Western Times News

Gujarati News

વિદેશોમાં વલસાડી હાફૂસ અને કેસર કેરીની ડિમાન્ડ

વલસાડ: વલસાડ જિલ્લામાં કેરી માર્કેટોમાં કેરીની આવક શરૂ થઈ વલસાડી હાફૂસ અને કેસરની ડિમાન્ડ વધુ વધુ જાેવા મળી રહી છે. વલસાડના કેરી માર્કેટમાં કેરીની આવક થતી જાેવા મળે છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકડાઉનના કારણે અન્ય રાજ્યમાં એક્સપોર્ટ થતી કેરીઓ પર ગ્રહણ લાગી શકે છે. કોરોના કહેર વચ્ચે વલસાડ જિલ્લાના કેરી માર્કેટોમાં કેરીનો પ્રથમ ફાલની આવક શરૂ થઈ ચૂકયો છે. ચાલુ વર્ષે કેરીની સિઝન ખુલતાની સાથે મુસ્લિમ બિરદારોનો રમઝાન માસ સાથે ચાલી રહ્યો હોવાથી લંડન, ગલ્ફ અને યુકે સહિતના દેશોમાં વલસાડી હાફૂસ, વલસાડી કેસર અને રાજપુરી કેરીની ભારે ડિમાન્ડ જાેવા મળતા જિલ્લાના ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે.

મહારાષ્ટ્રની રત્નગીરી કેરી ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને કોવિડની અસરને લઈને તેની ડિમાન્ડ ઘણી ઘટી છે. જ્યારે વલસાડી હાફૂસ કેરીની વિદેશમાં ડિમાન્ડ વધી રહી છે. ડિમાન્ડ સામે પાક હજુ તૈયાર થઈ રહ્યો હોવાથી બજારમાં પહોંચી વળવું ખૂબ અઘરૂં દેખાઈ રહ્યું છે. દર વર્ષે વિદેશમાં એક્સપોર્ટ થતી કેરી સામે ચાલુ વર્ષે ડબલ ભાવથી વલસાડી કેરીનું માર્કેટ ખુલ્યું છે.

સામે કેરીનો પાક પણ ઘણો ઓછો હોવાથી ખેડૂતોને ઊંચા ભાવ ચાલુ વર્ષે મળી રહેશે. હાલ વલસાડી હાફૂસ રૂ.૧૧૦૦ થી ૧૨૦૦ વલસાડી કેસર રૂ.૧૨૦૦ અને રાજપુરી કેરી રૂ ૧૦૦૦થી વધુના ભાવે માર્કેટ ખુલ્યું છે. ચાલુ વર્ષે ૩-૪ ફાલમાં કેરી જાેવા મળી રહી હોવાથી કેરીના પાક ઉપર નભતા ખેડૂતોને ઊંચા ભાવ સિઝન દરમિયાન મળી રહેશે.

ચાલુ વર્ષે લોકલ માર્કેટમાં પણ કેરીનું બજાર ખુબજ ઊંચું હાલ દેખાઈ રહ્યું છે. તો આગામી દિવસોમાં વલસાડી હાફૂસનો ૧૫૦૦ થી ૧૭૦૦ સુધી જઈ શકે એવી આશા ખેડુતો કરી રહયા છે. મહારાષ્ટ્ર,રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં લાગેલા લોકડાઉનના કારણે અન્ય રાજ્યમાં કેરીનું એક્સપોર્ટ ઓછું જાેવા મળશે. સાથે અન્ય રાજ્યના લોક માર્કેટમાં વલસાડી હાફૂસ ઓછી જાેવા મળશે એવું વેપારીઓ જણાવી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.