Western Times News

Gujarati News

ભાજપનાં સાંસદની એમ્બ્યુલન્સ મામલે પોલ ખોલનાર પપ્પુ યાદવની ધરપકડ

પટણા: અત્યારે બિહારથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ સાંસદ પપ્પુ યાદવની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપ પપ્પુ યાદવે પોતે ટ્‌વીટ કરીને આ લગાવ્યો છે અને કેટલીક તસવીરો અને વીડિયો પણ બહાર પાડ્યા છે. તેઓ કહે છે કે મને ધરપકડ કરીને પટનાનાં ગાંધી મેદાન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે.

તેમની વતી, એવું કહેવામાં આવ્યું છે કે થોડા સમય પહેલા જ તેમના ખાનગી આવાસ ક્વોલિટી કોમ્પલેક્સ પર જન અધિકાર પાર્ટી(લોકતાંત્રિક) નાં રાષ્ટ્રીય અધ્યક્ષ, માનનીય પપ્પુ યાદવની ધરપકડ કરવામાં આવી છે. પપ્પુ યાદવને પટનાનાં બુદ્ધા કોલોનીનાં પોલીસ અધિકારીએ હાઉસ રેસ્ટ કરી લીધા છે. ડી.એસ.પી. સાથે પાંચ થાના પ્રભારી યાદવ તેની ધરપકડ કરવા પહોંચ્યા હતા અને તેઓને તેમના નિવાસસ્થાનથી ધરપકડ કરી ગાંધી મેદાન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને ગમે ત્યારે જેલમાં મોકલી શકાય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, પૂર્વ સાંસદ પપ્પુ યાદવે લોકડાઉનનો ભંગ કર્યો હતો, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. ભાજપનાં સાંસદ રાજીવ પ્રતાપ રૂડીનાં ઘરે ઉભી મળેલી એમ્બ્યુલન્સની પોલ ખોલ્યા બાદ સારણનાં અમનોર સીઓ એ પપ્પુ યાદવ સામે લોકડાઉન ભંગનો કેસ દાખલ કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ભૂતકાળમાં પપ્પુ યાદવે ભાજપનાં સાંસદ રાજીવ પ્રતાપ રૂડીની એમ્બ્યુલન્સ પર સવાલ ઉઠાવ્યા હતા. શનિવારે પપ્પુ યાદવ પર એમ્બ્યુલન્સમાં તોડફોડ કરવાના આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

સુશાસન બાબૂનાં નામથી જાણીતા નીતીશ કુમારની સરકારને કોરોનાકાળમાં પપ્પુ યાદવ સતત નિશાન બનાવતા રહ્યા છે. તેઓએ વિવિધ સરકારી હોસ્પિટલોમાં કબાડ થઇ ચુકેલી એમ્બ્યુલન્સને શોધી અને તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેમણે કહ્યું કે એમ્બ્યુલન્સ માફિયાઓએ બિહારને પોતાની પકડમાં રાખ્યું છે. છપરાનાં દર્દીઓનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, ૫૩ કિ.મી. માટે ૩૫ હજારનું ભાડુ લેવામાં આવે છે.

તેમણે સવાલ ઉઠાવ્યો કે શું એમપી ફંડની ડઝનબંધ એમ્બ્યુલન્સ ફક્ત એમ્બ્યુલન્સ માફિયાઓને ફાયદો પહોંચાડવા માટે ઉભી રાખવામાં આવી છે. તેમણે કટિહારમાં ઓક્સિજન ગેસનાં બ્લેક માર્કેટિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. કટિહાર જંકશન નજીક બસોથી વધુ ઓક્સિજન સિલિન્ડરો કબજે કર્યાનાં ફોટા પ્રકાશિત કર્યા અને દાવો કર્યો કે પ્રશાસનનાં અધિકારીઓ કેસ દબાવવામાં વ્યસ્ત છે. નીતિશ સરકાર તેમની આવી પ્રવૃત્તિઓથી સતત દબાણ અનુભવી રહી છે. મંગળવારે પપ્પુ યાદવને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતા હોવાનું પણ આ સાથે જાેડવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.