Western Times News

Gujarati News

અરવલ્લીઃ મોડાસાના ધારાસભ્યએ મોડાસા અને ધનસુરા ના PHC કેન્દ્રો માં 46.65 લાખ ની  ગ્રાન્ટ ફાળવી

મોડાસાના ધારાસભ્ય  રાજેન્દ્રસિંહ ઠાકોરે તેમના મતવિસ્તારમાં આવતા મોડાસા તાલુકાના  લીભોઈ ,બોલુન્દ્રા ,સરડોઈ ,
ટીન્ટોઈ ,શીનાવાડ DX દધાલિયા ,તેમજ  અર્બન મોડાસા ખાતે ના  તેમજ ધનસુરા તાલુકાના  વડગામ ,શિકા , આકરુંદ, ભેંશાવાડા ખાતેના  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઓક્સિજન કીન્સન્ટ્રેટર મશીનો માટે અંદાજે 24.15 લાખ તેમજ  ઘાંચી આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ માટે આરોગ્ય લક્ષી સાધનો માટે 9.90 લાખ તેમજ મોડાસા શહેર ની લઘુમતી સમાજ દ્વારા સંચાલિત  વિવિધ હોસ્પિટલ મા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો માટે ,12.60 લાખ ની ગ્રાન્ટ મળી કુલ 46.65 લાખની ગ્રાન્ટ ધારાસભ્ય ફંડ માથી ફાળવણી કરવા અરવલ્લી જિલ્લા આયોજન અધિકારીને ભલામણ કરવામાં આવેલ છે

આ બાબતે જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી એજણાવ્યું હતું કે રાજ્ય સરકાર શ્રી દ્વારા રાજ્યના  તમામ ધારાસભ્યશ્રી ઓ ને ફરજિયાતપણે ઓછા મા ઓછા 50 લાખ ની ગ્રાન્ટ kovid 19 સામે લડવા માટે આરોગ્યલક્ષી સાધનો માટે ફાળવવા જણાવવામાં આવેલ છે જે અંતર્ગત social media whatsap થી ભલામણ મળેલ છે જેની  સહી સાથેની નકલ કચેરીએ મળ્યે થી સોમવારે પ્રાથમિક મંજુરી આપી દેવામાં આવશે

જિલ્લા આરોગ્ય અધિકારી પાસે થી આ કામના સક્ષમ અધિકારી ની તાંત્રિક મંજુરી સાથેના નકશા અંદાજો મળ્યા  બાદ મહામારી ગંભીરતા જોતા  જે તે દિવસે જ  આ કામોની વહીવટી મંજૂરી આપી દેવામાં આવશે અને ગ્રાન્ટ ફાળવણી પણ સાથે સાથે જ કરી દેવામાં આવશે જેથી બંને તાલુકા જાહેર જનતાને આરોગ્યલક્ષી સેવાનો લાભ મળી રહે .

દિલીપ પુરોહિત.  બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.