Western Times News

Gujarati News

ઝઘડીયાના ધારોલી ગામની સીમમાંથી ચિરાગ વાસવાને દારૂના જથ્થા સાથે ઝડપાયો

ઝઘડિયા પોલીસે છાપો મારી ૨૧૪ નંગ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો સહિત એક બાઈક મળી ૪૪,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના ત્રણેય પોલીસ મથકની હદમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ થાય છે.જીલ્લા એલસીબી પણ અહી અવારનવાર બાતમીના આધારે છાપો મારી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડે છે.ગતરોજ ઝઘડિયા પોલીસ ધારોલી બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.તે દરમ્યાન બાતમી મળી હતી કે ધારોલી ગામ નજીક પડતર જગ્યામાં ખાખરાની ઝાડી માં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે.

બાતમીના આધારે ઝઘડિયા પોલીસે છાપો માર્યો હતો.છાપા મારી દરમિયાન ચિરાગ વસાવા નામનો ઇસમ ઝડપાઈ ગયો હતો જ્યારે એક ઈસમ નામે જુબેર મુસાભાઈ સૈયદ ભાગી ગયો હતો.પોલીસે છાપા મારી દરમિયાન અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૨૧૪ નંગ વિદેશી દારૂની બોટલો તથા એક બાઈક ઝડપી પાડી હતી.ઝઘડિયા પોલીસે કુલ ૪૪,૨૦૦ નો વિદેશી દારૂ તથા બાઈક મળી મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને છાપાવાળી જગ્યાએથી ઝડપાયેલ ચિરાગ રતિલાલભાઈ વસાવા ઉંમર ૩૪ રહે.સુથીયાપુરાને ઝડપી લીધો હતો તથા છાપામારી દરમ્યાન જુબેર મુસાભાઈ સૈયદ રહે.સુથીયાપુરા જે ભાગી ગયો હતો તે ‌બન્ને વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.