Western Times News

Gujarati News

કોરોના ઉપર નિયંત્રણ માટે અધિકારીને મોદીનો છૂટો દોર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અનેક જિલ્લા અને રાજ્યોના અધિકારીઓ સાથે વાતચીત કરી. આ વર્ચ્યુઅલ મીટિંગમાં વડાપ્રધાન મોદીએ અધિકારીઓ પાસેથી કોરોના હેન્ડલિંગને લગતા અનુભવો જાણ્યા. તેમણે અધિકારીઓને ગ્રામ્ય ક્ષેત્રોમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા પર મહત્વ આપવાનું કહ્યું તેમજ ટિપ્સ પણ આપી. વડાપ્રધાને અધિકારીઓને કહ્યું કે તે પોતાના જિલ્લામાં કોવિડને નિયંત્રણમાં લાવે, દેશમાં આપમેળે નિયંત્રણ આવી જશે. વડાપ્રધાને અધિકારીઓને ફીલ્ડ કમાન્ડર કહ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં અધિકારીઓને કહ્યું કે તે પોતાના જિલ્લામાં કોરોનાના સંક્રમણને ઓછું કરવા માટે જે કરવું પડે તે કરે, યોગ્ય લાગે તે પગલાં લેવામાં આવે. મારા તરફથી તમને પૂરી છૂટ છે. અને જાે તમારી પાસે કોઈ એવી યુક્તિ છે જે આખા દેશને કામ લાગી શકે તો તમે મને ચોક્કસપણે જણાવો.

પીએમઓના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ કોરોના વિરુદ્ધ ચાલી રહેલી લડાઈને લગતા સલાહ-સૂચનો આપ્યા. આ ચર્ચામાં અર્ધશહેરી અને ગ્રામ્ય વિસ્તારોને ખાસ મહત્વ આપવામાં આવ્યું. પીએમઓએ જણાવ્યું કે, ફીલ્ડ સ્તરના અધિકારીઓએ અનેક રાજ્યો અને જિલ્લાઓમાં શ્રેષ્ઠ નેતૃત્વ કર્યું છે. અનેક અધિકારીઓએ આગવા અંદાજમાં સંક્રમણને રોકવાનો પ્રયત્ન કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ મીટિંગમાં દિલ્હી, બિહાર, અસમ, કર્ણાટક, ચંદીગઢ, ઉત્તરાખંડ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ગોવા રાજ્યના અધિકારીઓ શામેલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પોંડિચેરીના મુખ્યમંત્રી એન રંગાસામી સાથે ચર્ચા કરી હતી. તેમણે રાજ્યોને કહ્યું કે કોરોના સામેના આ સંઘર્ષમાં કેન્દ્ર સતત મદદ કરતું રહેશે. જે પણ મદદની જરૂર હોય રાજ્યો સમયસર તેની જાણ કેન્દ્રને કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.