Western Times News

Gujarati News

પ્લાઝમા થેરેપીને કોવિડ પ્રોટોકોલમાંથી હટાવી દેવાઈ

Files Photo

નવી દિલ્હી: કોરોનાની પહેલી લહેરમાં કોરોનાના દર્દી માટે કારગર મનાયેલી પ્લાઝ્‌મા થેરેપીને કેન્દ્ર સરકારે કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી હટાવી દીધી છે. થોડા દિવસ પહેલા નેશનલ ટાસ્ક ફોર્સની મીટિંગમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી, જેમાં કહેવાયું હતું કે, પ્લાઝ્‌મા થેરેપીથી ફાયદો નથી થતો. હેલ્થ મિનિસ્ટ્રીના જાેઈન્ટ મોનિટરિંગ ગ્રુપે કોવિડ-૧૯ દર્દીઓના મેનેજમેન્ટ માટે રિવાઈઝ્‌ડ ક્લિનિકલ ગાઈડલાઈન જાહેર કરી છે. તેમાં પ્લાઝ્‌મા થેરેપીનો કોઈ ઉલ્લેખ નથી કરાયો. જ્યારે કે, પહેલા પ્રોટોકોલમાં તે સામેલ હતી. કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં હાલમાં ડોક્ટર્સ પ્લાઝ્‌મા થેરેપીનો ઉપયોગ કરી રહ્યા છે.

એમ્સ/આઈસીએમઆર-કોવિડ ૧૯ નેશનલ ટાસ્ક ફોર્સ/ જાેઈન્ટ મોનિટરિંગ ગ્રુપ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારે એડલ્ટ કોરોના દર્દીઓના મેનેજમેન્ટ માટે ક્લિનિકલ ગાઈડન્સમાં ફેરફાર કર્યો છે. સાથે જ આઈસીએમઆરએ કોવિડ સારવાર પ્રોટોકોલના એક ભાગના રૂપમાંથી પ્લાઝ્‌મા થેરેપીને હટાવી દીધી છે.

રિપોર્ટ મુજબ, કોવિડ-૧૯ સંબધી આઈસીએમઆર- નેશનલ વર્કફોર્સની બેઠકમાં બધા સભ્ય એ બાબતના પક્ષમાં હતા કે, કોવિડ-૧૯ના વયસ્ક દર્દીઓની સારવાર મેનેજમેન્ટ સંબંધી તબીબી દિશા-નિર્દેશોમાંથી પ્લાઝ્‌મા થેરેપીના ઉપયોગને હટાવી દેવી જાેઈએ, કેમકે તે પ્રભાવી નથી અને ઘણા મામલામાં તેનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરાયો.

પ્લાઝ્‌મા થેરેપીને કાયલસેન્ટ પ્લાઝ્‌મા થેરેપી પણ કહેવાય છે. તેમાં કોરોનામાંથી સાજી થઈ ચૂકેલી વ્યક્તિના શરીરમાંથી પ્લાઝ્‌મા કાઢીને સંક્રમિત વ્યક્તિની બોડીમાં ઈન્જેક્શનની મદદથી ઈન્જેક્ટ કરાય છે. જણાવી દઈએ કે,


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.