Western Times News

Gujarati News

વિજય માલ્યા કેસઃ ભારતીય બેન્ક પોતાના પૈસા વસૂલ કરશે : યુકે હાઈકોર્ટ

લંડન: ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને બ્રિટિશ કોર્ટે આંચકો આપ્યો હતો. વિજય માલ્યા યુકે હાઇકોર્ટમાં નાદારી પિટિશન કેસમાં હાર્યો છે. આ પછી, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તેમાંથી પૈસા વસૂલવામાં માત્ર એક ડગલું દૂર છે.નોંધનીય છે કે, અગાઉ ભારતીય સ્ટેટ બેન્કની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે એપ્રિલમાં લંડન હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ભાગેડુ ઉદ્યોગપતિને નાદાર જાહેર કરવાની કોશિશ કરી હતી. વિજય માલ્યાની બંધ કિંગફિશર એરલાઇન્સ માટે લેવામાં આવેલી હજારો કરોડની લોન બાકી છે.

વિજય માલ્યા કહેતા કે, તેમના પર જે દેવું બાકી છે તે લોકોના પૈસા છે. આવી સ્થિતિમાં બેન્ક નાદારી જાહેર કરી શકતી નથી. આ સાથે માલ્યાએ એવો દાવો પણ કર્યો હતો કે ભારતીય બેન્કો વતી દાખલ કરવામાં આવેલી નાદારી પિટિશન કાયદાના દાયરાની બહાર છે. કારણ કે ભારતમાં તેમની સંપત્તિની સુરક્ષા લાદવામાં આવી શકે નહીં. કારણ કે તે ભારતમાં લોકોના હિતની વિરુદ્ધ છે.

આવતા અઠવાડિયામાં યોગ્ય સમયે ર્નિણય ચીફ ઇન્સોલ્વન્સી એન્ડ કંપનીઝ કોર્ટમાં જ્જ માઇકલ બ્રિગ્સ સમક્ષ વર્ચ્યુઅલ સુનાવણીમાં ગયા વર્ષે નોંધાયેલા ઇનસોલ્વન્સી પિટિશનમાં સુધારો કર્યા પછી બન્ને પક્ષે આ કેસમાં અંતિમ દલીલો કરી હતી. એસબીઆઇ સિવાય બેન્કોના આ જૂથમાં બેન્ક ઓફ બરોડા, કોર્પોરેશન બેન્ક, ફેડરલ બેન્ક લિમિટેડ,આઇડીબીઆઇ બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક, પંજાબ અને સિંધ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ મૈસુર, યુકો બેન્ક, યુનાઇટેડ સામેલ છે.

બેન્ક ઓફ ઇન્ડિયા અને જેએમ ફાઇનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની પ્રાઈવેટ લિમિટેડ. ન્યાયાધીશ બ્રિગ્સે કહ્યું હતું કે, હવે તેઓ વિગતો પર વિચાર કરશે અને આવતા અઠવાડિયામાં યોગ્ય સમયે ર્નિણય કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.