Western Times News

Gujarati News

જાડેજા પેસર હોત તો હું અને કુલદીપ એક ટીમમાં રમ્યા હોત

નવી દિલ્લી: ભારતીય લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલએ કહ્યું કે, ટીમ ઈન્ડિયામાં તે કુલદીપ યાદવ એક સાથે રમી શકે છે. પરંતુ જાે રવિન્દ્ર જાડેજા ફાસ્ટ બોલર (મીડિયમ પેસર) હોવો જરૂરી છે. કુલ-ચા ના જાણીતા કુલદીપ યાદવ અને ચહલની જાેડીએ અત્યાર સુધીમાં સારુ પ્રદર્શન કર્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટીમમાં જાેવા મળતા નથી. જાડેજા એક સારો ઓલરાઉન્ડર છે પરંતુ ખરાબ ફોર્મને કારમે ૨૦૧૭થી ટીમમાંથી બહાર છે.

પરંતુ છેલ્લા એક વર્ષથી તે ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે. જાડેજાએ તાજેતરમાં ઓલરાઉન્ડર તરીકે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને તેના કારણે ટીમ મેનેજમેન્ટ આ લેફ્ટ હેન્ડ સ્પિનરને પ્રાધાન્ય આપે છે. ઈજા બાદ હાર્દિક પંડ્યા પણ બોલિંગ કરવામાં અસમર્થ છે, કુલદીપને ટીમમાં રાખવામાં આવ્યો છે પરંતુ મોટાભાગના પ્રસંગોમાં તે ફક્ત બેંચ પર જ જાેવા મળ્યો છે. ચહલે વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે તે અને કુલદીપ સાથે રમતા હતા ત્યારે હાર્દિકે પણ બોલિંગ કરતો હતો. તેણે કહ્યું, હાર્દિક પણ તે સમયે ટીમમાં હતો અને બોલિંગ કરતો હતો. વર્ષ ૨૦૧૮માં, હાર્દિકને ઈજા પહોંચી અને રવિન્દ્ર જાડેજા પાછો ફર્યો.

તે ઓલરાઉન્ડર છે અને નંબર ૭ પર પણ બેટિંગ કરી શકે છે. પરંતુ તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, તે એક સ્પિનર પણ છે, આવી સ્થિતિમાં જાડેજા મારા અને કુલદીપ સાથે મળીને રમવાનો મધ્યમ ગતિનો બોલર હોવો જાેઈતો હતો. ચહલે વધુમાં કહ્યું, કુલદીપ અને હું દરેક શ્રેણીમાં ૫૦-૫૦ % મેચ રમતા હતા. ક્યારેક તેને ૫ માંથી ત્રણમાં તક મળતી હતી, ટીમનું કોમ્બિનેશન સૌથી મહત્વનું છે અને ૧૧ ખેલાડીઓ એક ટીમ બનાવે છે,

આવી સ્થિતિમાં ‘કુલ-ચા’ ફિટ થઈ શક્તા નથી. ટીમને એક ઓલરાઉન્ડરની જરૂર છે જે નંબર ૭ પર પણ બેટિંગ કરી શકે. હું ખુશ છું કે હું રમું છું કે નહીં, પરંતુ ટીમ જીતી રહી છે. ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફી પછી, કુલદીપ અને ચહલે ભારતના સ્પિન વિભાગનો હવાલો સંભાળ્યો અને ઘણી શ્રેણીમાં તાકાત બતાવી. ચહલ હાલમાં શ્રીલંકા પ્રવાસની તૈયારી કરી રહ્યો છે.

કુલદીપ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ૭ ટેસ્ટ, ૬૩ વનડે અને ૨૧ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. તેણે ટેસ્ટમાં ૨૬ વિકેટ, વનડેમાં ૧૦૫ અને ટી ૨૦ આંતરરાષ્ટ્રીયમાં ૩૯ વિકેટ ઝડપી છે. આ સાથે જ યુઝવેન્દ્ર ચહલની વાત કરીએ તો તેને હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં તક મળી નથી. તેણે અત્યાર સુધીમાં ૪૮ ટી -૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૫૪ વનડેમાં ૯૨ અને ૬૨ ટી-૨૦માં ૯૨ વિકેટ ઝડપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.