Western Times News

Gujarati News

કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ૪ લાખની સહાય અને માસિક ૧૦ હજાર રૂપિયાનું પેન્શન : કોંગ્રેસ

અમદાવાદ: કોરોના મહામારી એક કુદરતી આફત છે. પુરપ્રકોપ અને વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્ત થયેલા લોકોને જે રીતે રાહત આપવામા આવે છે. તેવી જ રાહત કોરોનાથી અસર પામેલા કુટુંબોને આપવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. કોરોનાથી અસર પામેલા જે પરિવારે મોભી ગુમાવ્યો હોય તે ઉપરાંત સામાન્ય ગરીબ પરિવારને પણ સરકારે રાહત ચુકવવી જાેઈએ.

કોંગ્રેસના નેતા દિપક બાબરીયાએ સરકાર સમક્ષ રજુઆત કરી છે કે કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ૪ લાખની સહાય આપવી જાેઈએ અને માસિક ૧૦ હજાર રૂપિયાનું પેન્શન આપવું જાેઈએ. આવા કુટુંબના બાળકોને રાઈટ ટુ એજ્યુકેશનની તરજ પર આ બાળકોના શિક્ષણનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે બીપીએલ કાર્ડની તર્જ પર “કોરોનાગ્રસ્ત કુટુંબ કાર્ડ”ની ફાળવણી કરવામાં આવે અને મ્ઁન્માં આપવામાં આવતા અનાજ સહિતના તમામ લાભો આ કાર્ડ ધારકોને આપવામાં આવે. દરેક કુટુંબને માં-કાર્ડ અને દરેક વિસ્તારમાં નિઃશુલ્ક આરોગ્ય સારવાર મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવે.

લોકડાઉન થી ઉદભવેલી આર્થિક મંદી અને બેરાજ્ગરીની પરિસ્થિતિમાં સમાજના નાના વર્કશોપ અને કારખાના ધરાવતા ઉદ્યોગકારો, પરચુરણ વસ્તુના વ્યાપાર સાથે સંકળાયેલા નાના દુકાનદારો, હેર કટીંગ, દરજીકામ, સુથારીકામ, પ્લ્મ્બીગકામ, કડિયાકામ વગેરે રોજબરોજનું કમાતા મઝ્‌દૂરો અને શ્રમજીવીઓ, લારી-ગલ્લા અને પાથરણાવાળાઓ, રીક્ષા અને બાળકોના પીકઅપ વાન તેમજ સ્વરોજ્ગરીત ટેક્ષી ડ્રાયવરો સાથે સંકળાયેલા સર્વિસ સેક્ટરના સ્વરોજ્ગરીતો છેલ્લા એક વર્ષથી અર્ધભૂખમરાની પરિસ્થિતિ અને ભારે દેવામાં ડૂબી ગયા છે. આ તમામ લોકોને મહિને ૬ હજાર રૂપિયાની માસિક સહાય આપવી જાેઈએ.

કોંગ્રેસે સરકારને રજુઆતો કરી છે તેમાં બીપીએલ કાર્ડ ધારકોને નિયત ધોરણ મુજબનું અનાજ વિના મુલ્યે ફાળવવામાં આવે., એપીએલ કાર્ડ ધારકો અને અન્ય કાર્ડ વગરના નાગરિકોને રાહતના ભાવે અનાજનું વિતરણ માસિક ધોરણે શરુ કરવામાં આવે, સ્કુલના બાળકોને ફી માં ૮૦ ટકા રાહત આપવામાં આવે., નવા શૈક્ષણિક વર્ષના નવા સત્રની શરૂઆત થતી હોવાથી પુસ્તકો અને નોટબૂકો નું રાહતના દરે આપવામાં આવે. વીજળીના બીલમાં ૨૦૦ યુનિટ સુધીના વપરાશકારોને રૂ. ૧ /- ના પ્રતિ યુનિટના દર થી વીજળી આપવામાં આવે., શહેરી વિસ્તારોમાં મ્ઇ્‌જી, સીટી બસ જેવું પબ્લિક ટ્રાન્સપોર્ટ ૫૦ ટકાની ગાઈડ લાઈન મુજબ શરુ કરવામાં આવે. પાઈપ લાઈન ગેસનો ભાવ આંતરરાષ્ટ્રીય ભાવના ધોરણે રૂ. ૫૦૦/- ની અંદર નક્કી કરવામાં આવેનો સમાવેશ થાય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.