Western Times News

Gujarati News

કિસાનો દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી પુરી કરાઇ

ચંડીગઢ: દેશમાં કોરોનાના કારણે અત્યાર સુધી ત્રણ લાખથી વધારે મોત થઈ ચુકી છે. સૌથી વધારે મોત કોરોનાની બીજી લહેરમાં થઈ છે. એવામાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનના એલાને સરકાર સામે નવો પડકાર ઉભો કર્યો છે.

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો પાછલા ૬ મહિનાથી આંદોલન કરી રહ્યા છે. હવે ફરી એક વખત ખેડૂતોએ આંદોલનને ઉગ્ર બનાવવાની કવાયત હાથ ધરી છે. જીવલેણ મહામારી કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે ખેડૂત સંગઠનોએ કાલે એટલે ૨૬ મેના રોજ દિલ્હીમાં ખૂબ વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે. સરકારે કોરોનામાં ખેડૂતોને વિરોધ પ્રદર્શન ન કરવાની અપીલ કરી હતી. સરકારે કહ્યું કે ખેડૂત ‘સુપર સ્પ્રેડર’ બની શકે છે. પંજાબના ખેડૂતો મોટી સંખ્યામાં દિલ્હીની સીમા તરફ આગળ વધી રહ્યા છે. ખેડૂતોના પ્રદર્શનને છ મહિના ૨૬ તારીખે પૂર્ણ થશે અને તે દિવસને તેઓ કાળા દિવસ તરીકે ઉજવશે.

આ વચ્ચે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ખેડૂતોના સંગઠન ભારતીય કિસાન યૂનિયન પાસે કોરોના વાયસના કારણે પ્રદર્શન ન કરવા માટે આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે આ રીતે કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે. તેવામાં ખેડૂત સંગઠને રાજ્ય સરકારને કોરોના વાયરસની સ્થિતિનો સામનો કરવામાં અસફળ ગણાવી છે. અને ધોષણાં કરી કે તે ૨૮ મે ના રોજ પટિયાલામાં વિરોધ પ્રદર્શન કરશે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂત સંગઠન કેન્દ્રની સાથે વાતચીત ફરી શરૂ કરવા માટે તૈયાર છે. પરંતુ આ વાતચીત નવા કૃષિ કાયદાને પરત લેવા પર હોવી જાેઈએ. તેમણે જણાવ્યું કે માંગ પૂર્ણ થયા પહેલા ખેડૂતો પ્રદર્શન સ્થળ પરથી નહીં હટે.

આમ આદમી પાર્ટીએ ખેડૂતોને પોતાનું સમર્થન આપવાની ઘોષણા કરી છે. પાર્ટીના પ્રવક્તા રાઘવ ચડ્ડાએ ટ્‌વીટ કરી કહ્યું, ખેડૂત આંદોલનના છ મહિના પૂર્ણ થવાના અવસર પર સંપુક્ત કિસાન મોર્ચા દ્વારા દેશવ્યાપી પ્રદર્શનને આમ આદમી પાર્ટી પોતાનું સમર્થન આપે છે. અમે કેન્દ્રને આગ્રહ કરીએ છીએ કે તે તત્કાલ ખેડૂતો સાથે વાતચીત કરે અને તેમની માંગ સ્વીકારે. આપ ખેડૂતો સાથે છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, વામ દળો, સમાજવાદી પાર્ટી, રાકાંપા અને દ્રમુક સહિત ૧૨ વિપક્ષી પાર્ટી ખેડૂતોના દેશવ્યાપી પ્રદર્શનને પોતાનું સમર્થન આપી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.