Western Times News

Gujarati News

અમદાવાદમાં ૨૮મેથી AMTS અને BRTS ફરી શરૂ થશે

File photo

અમદાવાદ: ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. અચાનક જ વાયરસના કેસમાં આવેલા ઉછાળાના કારણે ઘણા બધા કડક ર્નિણયો લેવામાં આવ્યા હતા જેમાં જાહેર બસ સેવા બંધ કરવા જેવા ર્નિણયો સામેલ છે. અમદાવાદના શહેરીજનો માટે એએમટીએસ બીઆરટીએસ બસ સેવા પરિવહન માટેનું મોટું સાધન છે અને દરરોજ હજારો લોકો તેનો લાભ લેતા હતા.
કોરોનાકાળમાં ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. એવામાં સરકાર દ્વારા આંશિક લૉકડાઉન સાથે છૂટછાટ આપવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ૨૮મી મેથી ફરીથી અમદાવાદમાં એએમટીએસ બીઆરટીએસ બસો દોડતી થઈ જશે. લગભગ બે મહિના બાદ અમદાવાદના રસ્તા પર ફરીથી બસો દોડતી જાેવા મળશે.

રાજ્યમાં સરકાર દ્વારા થોડી ઘણી છૂટ આપતા હવે એએમસી દ્વારા પણ બસો શરૂ કરવા માટે ર્નિણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે કોરોના વાયરસના કેસ ભલે ઓછા થયા હોય પરંતુ કોરોના હજુ ગયો નથી. તેથી જાહેર બસોમાં કોરોના વાયરસની ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. બસમાં એક સાથે વધુમાં વધુ ૫૦% મુસાફરો મુસાફરી કરી શકશે તથા માસ્ક વિનાના વ્યક્તિઓને બસમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. દિવસમાં બે વખત બસને સેનેટાઈઝ પણ કરવામાં આવશે.

નોંધનીય છે કે જાહેર બસ સેવા બંધ થઈ જવાના કારણે હજારો અમદાવાદીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના અનેક મધ્યમ વર્ગના પરિવારો રોજબરોજના જીવનમાં બસનો ઉપયોગ કરે છે. બસ સેવા બંધ થઈ જવાના કારણે એએમટીએસની આવકને પણ જાેરદાર ફટકો પડ્યો હતો તથા કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોની હાલત કફોડી બની હતી. જાેકે હવે ફરીથી સેવા ચાલુ થવાના કારણે આ બધા લોકો રાહતનો શ્વાસ લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.