Western Times News

Gujarati News

પિરામલ ફાઉન્ડેશન કોવિડ માટે રાહત કામગીરી કરવા રૂ. 100 કરોડનું રોકાણ કરશે

મુંબઈ, પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (પીઇએલ)ની સમાજસેવી સંસ્થા પિરામલ ફાઉડેશને ભારતના આકાંક્ષી જિલ્લાઓમાં કોવિડની બીજી લહેરની વિનાશક અસરને લઘુતમ કરવા નોંધપાત્ર પહેલો શરૂ કરી છે. કોવિડ-19ની બીજી લહેરને કારણે હાલ ઊભી થયેલી કટોકટીનું સમાધાન કરવા ફાઉન્ડેશન 25 સૌથી વધુ અસરગ્રસ્ત આકાંક્ષી જિલ્લાઓમાં ગ્રામીણ અને આદિવાસી તાલુકાઓમાં

100 કોવિડ કેર સેન્ટર સ્થાપિત કરશે તેમજ નીતિ આયોગ સાથે પાર્ટનરશિપમાં સમગ્ર ભારતમાં 112 આકાંક્ષી જિલ્લાઓમાં નબળી આરોગ્ય સુવિધા ધરાવતા આદિવાસી અને ગ્રામીણ લોકોને હોમ કેર સપોર્ટ પ્રદાન કરશે. નીતિ આયોગ સાથે પાર્ટનરશિપમાં પિરામલ ફાઉન્ડેશન આકાંક્ષી જિલ્લાઓમાં કોવિડ રાહત માટે રૂ. 100 કરોડનું રોકાણ કરશે.

1000થી વધારે સેવાભાવી સંસ્થાઓ (એનજીઓ) અને 1 લાખથી વધારે સ્વયંસેવકોના નેટવર્ક દ્વારા 1143 તાલુકાઓમાં 2 મિલિયન લોકો સુધી વિવિધ પહેલોના લાભ પહોંચશે. એકલા મહારાષ્ટ્રમાં એનો ઉદ્દેશ 4 આકાંક્ષી જિલ્લાઓ ગડચિલોરી, નંદુરબાર, ઓસ્માનાબાદ અને વાશિમનાં 32 તાલુકાઓમાં 1.25 લાખ લોકો સુધી પહોંચવાનો છે.

મહારાષ્ટ્રમાં સૌથી માઠી અસર અનુભવતા જિલ્લાઓમાં 4 આકાંક્ષી જિલ્લાઓ છે. આ જિલ્લાઓમાં 1.6 લાખ કેસ છે અને 3063 લોકોના મૃત્યુ થયા છે. દરરોજ આંકડો વધી રહ્યો છે અને મહારાષ્ટ્રમાં લગભગ 3.3 ટકા મૃત્યુ આ આકાંક્ષી જિલ્લાઓમાં થયા છે.

પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના પબ્લિક હેલ્થ એક્ષ્પર્ટ અને વાઇસ ચેરપર્સન ડો. સ્વાતિ પિરામલે કહ્યું હતું કે, “મહામારી શહેરી વિસ્તારોમાંથી ઝડપથી ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાં પ્રસરી હોવાથી કોવિડ-19ની બીજી લહેરને અંકુશમાં લેવા અને ત્રીજી લહેરની તીવ્રતાને લઘુતમ કરવી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

પોતાના મર્યાદિત સરકારી માળખા અને કુશળ કર્મચારીઓ અભાવે ગ્રામીણ આરોગ્ય વ્યવસ્થા આટલી મોટી સંખ્યામાં કેસોમાં સારવાર આપવા પર્યાપ્ત રીતે સજ્જ નથી. આ માટે તાત્કાલિક અને નવીન કામગીરી કરવાની જરૂર છે. આદિવાસી આરોગ્ય જોડાણની પહેલ ‘અનામયા’ અને પિરામલ ફાઉન્ડેશનની અન્ય પહેલો વ્યવસ્થા પર ભારણમાં ઘટાડો કરશે તથા ગ્રામીણ અને શહેરી સમુદાયો માટે હેલ્થકેરની સુવિધામાં વધારો કરશે.”

મહારાષ્ટ્રમાં 4 આકાંક્ષી જિલ્લાઓ સહિત 25 આકાંક્ષી જિલ્લાઓમાં તાલુકા સ્તરે 30 બેડ ધરાવતી 100 કામચલાઉ કોવિડ કેર કેન્દ્રોનું આયોજન થયું છે. દરેક કેન્દ્ર પિરામલ હેલ્થ સેન્ટર સાથે સંકળાયેલા કેચમેન્ટ એરિયામાં લોકોને સેવા આપશે. આ એસીમ્પટોમેટિક કે હળવા ચિહ્નો ધરાવતા કેસો ધરાવતા કોવિડ પોઝિટિવ માટે કટિબદ્ધ સ્પેસ હશે, જેમાં આવશ્યક સુવિધાઓ સાથે સારી રીતે વેન્ટિલેટેડ રૂમ હશે, જેમાં દર્દીઓ આઇસોલેટ થઈ શકશે.

112 આકાંક્ષી જિલ્લાઓમાં ચિહ્નો ન દેખાતા હોય એવા, હળવા ચિહ્નો ધરાવતા અને હોસ્પિટલમાં સારવાર મેળવવા ઇચ્છતાં લોકો માટે વ્યવહારિક વિકલ્પ તરીકે કોવિડના દર્દીઓ અને તેમના પરિવારજનોને 1,000થી વધારે સેવાભાવી સંસ્થાઓ 20 લાખ ગ્રામીણ અને આદિવાસી સમુદાયોને હોમ કેર સપોર્ટ પ્રદાન કરશે.

સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ મારફતે વિવિધ ઉપચારની પદ્ધતિઓને સામેલ કરવામાં આવશે અને ઇન-બાઉન્ડ/આઉટ-બાઉન્ડ કોલને આધારે દર્દીઓ સાથે સાંકળવા તાલીમબદ્ધ સ્વયંસેવકો દર્દીઓને સારવાર આપતા લોકોને કોવિડ પ્રોટોકલનું અનુસરવા અને દર્દીઓ વિશે સમયસર જાણકારી આપવા માટે જાણકારી પ્રદાન કરશે.

મહારાષ્ટ્રનાં નંદુરબારના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે કહ્યું હતું કે, “મહામારીએ આપણા બધા વચ્ચે જોડાણની ક્ષમતાને ફરી એક વાર વ્યક્ત કરી છે. દાનવીર પાર્ટનર્સ અને નાગરિક સમાજની સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત થયેલા ટેકાએ દરેક જિલ્લાઓની તૈયારી અને કોવિડ પ્રતિભાવ આપવા પ્રચૂર પ્રદાન કર્યું છે.

પિરામલ ફાઉન્ડેશન નંદુરબારમાં અમારી કોવિડ ટાસ્ક ફોર્સનું મહત્વપૂર્ણ સભ્ય છે, તેઓ અત્યારે ત્રણ વર્ષ માટે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામમાં ટેકો આપે છે. આ બીજી લહેર સાથે તેમણે હોમ આઇસોલેશન સેન્ટર્સ, ઉપયોગ ઓન-ગ્રાઉન્ડ સ્ટાફ, કોવિડ રસીકરણ માટે લોકોને પ્રેરિત કરવા તેમજ સમુદાય અને સમુદાયમાં પ્રભાવશાળી લોકો મારફતે કોવિડને અનુરૂપ અભિગમને લોકપ્રિય બનાવવા ઉપરાંત આવશ્યક તબીબી પુરવઠો પ્રદાન કરવા અમને સપોર્ટ કરવામાં કોઈ કચાશ રાખી નથી.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.