Western Times News

Gujarati News

રસીના બજેટના ૩૫,૦૦૦ કરોડ ક્યાં ખર્ચ થયા : પ્રિયંકા ગાંધીનો મોદી સરકારને સવાલ

નવીદિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને લઈને અનેકવાર કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે ટ્‌વીટર પર સરકારને સવાલ પૂછ્યો કે રસી બજેટના ૩૫૦૦ કરોડ રુપિયા ક્યાં ખર્ચ કર્યા છે. પ્રિયંકા ગાંધી રસીકરણના આંકડાને લઈને છેલ્લા કેટલાક દિવસથી સતત સરકારને સવાલ કરી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીએ ટ્‌વીટર પર લખ્યુ, મે મહિનામાં રસીના ઉત્પાદનની ક્ષમતા -૮.૫ કરોડ, રસી ઉત્પાદન થયુ ૭.૯૪ કરોડ અને રસી લાગી ૬.૧ કરોડ, જૂનમાં સરકારી દાવો છે કે ૧૨ કરોડ રસી આવશે. ક્યાંથી? શું બન્ને રસી કંપનીઓના ઉત્પાદનમાં ૪૦ ટકાનો વધારો થઈ જશે? રસીના બજેટના ૩૫ હજાર કરોડ ક્યાં ખર્ચ કર્યા? અંધેર વેક્સિન નીતિ, ચોપટ રાજા.’

આ પહેલા બુધવારે પણ તેમણે યૂનિવર્સલ રસીકરણની માંગ કરતા ફેસબુક પર લખ્યું હતુ કે આજે દેશમાં રોજ સરેરાશ ૧૯ લાખ લોકોને રસી લાગી શકી છે. કેન્દ્ર સરકારની ડામાડોળ રસી નીતિએ રસીકરણને અધર તાલ છોડી દીધું છે. કોંગ્રેસે બુધવારે મફત રસીની માંગ કરતા સોશિયલ મીડિયા પર ‘સ્પીક અપ ફોર ફ્રી યુનિવર્સલ રસીકરણ’ હૈશટેગ અભિયાન ચલાવ્યુ છે.

પ્રિયંકાએ દાવો કર્યો છે કે ભારતના લોકોને આશા છે કે સૌના માટે મફત રસીકરણ નીતિ બનશે. પરંતુ કેન્દ્ર સરકારે શું આપ્યુ? રસીકરણ સેન્ટર પર તાળા, એક દેશમાં રસીના ૩ ભાવ અત્યાર સુધી ફક્ત ૩.૪ ટકા વસ્તીનું કુલ રસીકરણ, જવાબદારીનો ત્યાગ કરી ભારણ રાજ્યોના માથે નાંખ્યું, દિશાહીન રસી નીતિ. તેમણે કહ્યું કે જાે ડિસેમ્બર ૨૦૨૧ સુધી દરેક ભારતીય રસીકરણ કરવા ઈચ્છીએ છીએ તો આપણે પ્રતિદિન ૭૦-૮૦ લાખ લોકોને રસી લગાવવી પડશે. પરંતુ મે મહિનામાં સરેરાશ ૧૯ લાખ લોકોને રસી લાગશે.

પ્રિયંકા ગાંધી ‘જવાબદાર કોણ’સિરિઝ અંતર્ગત સરકારને દર રોજ રસીકરણ અને કોવિડ ૧૯ને લઈને સવાલ પૂછી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતુ કે મોદી સરકારની નિષ્ફળ રસીકરણ પોલીસીના ચાલતા અલગ અલગ ભાવ પર રસી મળી રહી છે. જે રસી કેન્દ્ર સરકારને ૧૫૦ રુપિયામાં મળી રહી છે તે રાજ્ય સરકારોને ૪૦૦ રુપિયામાં અને ખાનગી હોસ્પિટલોને ૬૦૦ રુપિયામાં મળી રહી છે. રસી તો આખરે દેશવાસીઓને જ લાગશે તો પછી ભેદભાવ કેમ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.