Western Times News

Gujarati News

કોરોનાની રસી લીધા બાદ પણ કોરોના સંક્રમિત થયેલા કોઇ વ્યક્તિનું મૃત્યું થયું નથીઃ એમ્સ

નવીદિલ્હી: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની બ્રેક થ્રૂ સ્ટડી મુજબ, કોરોનાની રસી અપાયેલી કોઈપણ વ્યક્તિનું સંક્રમણને કારણે મૃત્યું થયું નથી. જાે રસી લેનાર વ્યક્તિને કોરોનાનો ચેપ લાગે છે, તો પછી તેને બ્રેક થ્રૂ ઇન્ફેક્શન કહેવામાં આવે છે. એઇમ્સે એપ્રિલ અને મેની વચ્ચે આ અભ્યાસ કર્યો છે. આ દરમિયાન, દેશમાં કોરોનાની લહેર ચરમ પર હતી અને દરરોજ આશરે ૪ લાખ લોકોને ચેપ લાગતો હતો. એઈમ્સના અધ્યયન મુજબ, જેમણે કોવિડ રસીના બંને ડોઝ લીધા હતા, તે લોકોને કોરાનાનો ચેપ લાગ્યો હતો, પરંતુ તેઓ કોવિડથી મૃત્યું પામ્યા ન હતા.આ અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે, રસી લેનાર કોઈપણ વ્યક્તિનું મૃત્યુ કોરોના ચેપને કારણે થયું નથી. એમ્સે બ્રેક થ્રૂ ઇન્ફેક્શનના કુલ ૬૩ કેસોનો જિનોમ સિક્વન્સીંગ દ્વારા અભ્યાસ કર્યો છે.

આમાંથી ૩૬ દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હતા, જ્યારે ૨૭ લોકોએ ઓછામાં ઓછો એક ડોઝ લીધો હતો. આ અધ્યયનમાં, ૧૦ દર્દીઓએ કોવિશિલ્ડ રસી લીધી હતી, જ્યારે ૫૩ દર્દીઓએ કૌવેક્સીન લીધી હતી. આમાંથી કોઈપણ દર્દીનું ફરીથી સંક્રમણ થવાને કારણે મૃત્યું થયું નથી.

અધ્યયન મુજબ, દિલ્હીમાં સંક્રમણના મોટાભાગના કેસો એક જેવા છે અને સંક્રમણનાં કેસમાં, બી.૧.૬૧૭.૨ અને બી.૧.૧૭ સ્ટ્રેન મોટાભાગના કેસોમાં જાેવા મળી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બ્રેક થ્રૂ ઇન્ફેક્શનનાં કેસો અગાઉ પણ નોંધાયા હતા, પરંતુ મોટાભાગના કેસમાં ચેપ હળવો હતો. કોઈપણ સંજાેગોમાં વ્યક્તિની તબિયત ગંભીર બની ન હતી અને કોઈ દર્દીનું મોત નીપજ્યું હતું.આ અધ્યયમાં સામેલ લોકોની સરેરાશ ઉંમર ૩૭ વર્ષની હતી, સૌથી ઓછી ઉંમરનો વ્યક્તિ ૨૧ વર્ષનો હતો, જ્યારે સૌથી વૃદ્ધ વ્યક્તિ ૯૨ વર્ષના હતા. જેમાં ૪૧ પુરુષો અને ૨૨ મહિલાઓનો સમાવેશ થયો હતો. કોઈપણ દર્દીને પહેલાથી ગંભીર બીમારી ન હતી.

જાેકે, રસી અંગે હજીપણ લોકોમાં જાગૃતિનો અભાવ છે. થોડા દિવસો પહેલા એવા અહેવાલ મળ્યા હતા કે, ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના એક ગામમાં, આરોગ્ય કર્મચારીઓ કોરોના રસી આપવા લોકો પાસે ગયા ત્યારે ગામના કેટલાક લોકો રસીના ડરથી નદીમાં કૂદી પડ્યા હતા. તે સમજવું જરૂરી છે કે, કોરોના વાયરસની રસીથી કોઈપણ પ્રકારનું જાેખમ નથી અને ક્લિનિકલ ટ્રાયલમાં આ રસીને સલામત જાહેર કરવામાં આવી છે. તેથી, અગ્રતાના ધોરણે કોરોના સામે રક્ષણ માટે રસી લેવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.