Western Times News

Gujarati News

વાપીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો,માત્ર ૫૦૦ રૂપિયા લૂંટી હત્યા કરી

વાપી: વરસથી એકબીજાના દુશ્મન ગણાતા એવા મિત્ર જે ત્રણ માસથી ફરી મિત્ર બની દસ દિવસ અગાઉ વાપીની એક સ્કૂલના મેદાનમાં ૫૦૦ રૂપિયા માટે બે વ્યક્તિઓ, જે રાજસ્થાન જઇ રહ્યા હતા તેમની હત્યા કરી ફરાર થઈ ગયા હતા આ હત્યા પ્રકરણ વાપીના ચલામાં રહેતો ઈસમ સહિત એક ૧૫ વર્ષીય સગીરની પોલીસે ધરપકડ કરી હત્યાનો ગુન્હો ઉકેલી નખ્યો છે

વાપી ટાઉન વિસ્તારમાં બુનમેક્ષ નામની સ્કૂલની બાજુમાં મેદાનમાં તારીખ ૧/૬/૨૦૨૧ના રોજ સવારે એક પુરુષ નગ્ન હાલતમાં લાશ મળી આવતા વાપી ટાઉન પોલીસે તપાસ કરતા અમરસિંહ કીડીયા ભાઈ ડામોર મૂળ રહે. રાજસ્થાન અને હાલમાં જ છેલ્લા બે મહિનાથી મજૂરીકામ માટે વાપી આવ્યો હતો.

મૃત્યુપામનાર અમરસિંહ ડામોર વાપી ઝૂપડામાં રહેતા બેન બનેવી સાથે રહેતો હતો જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ પોલીસ ટીમો બનાવી ટેકનિકલ સર્વિસની મદદથી અલગ-અલગ દિશામાં તપાસ કરવામાં આવી હતી. પોલીસને મળેલી ચોક્કસ માહિતી આધારે હત્યા કરનારા આરોપી વિશાલ હસમુખ હળપતિ રહે. મુક્તાનંદ માર્ગ ચલા વાપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલો ૧૫ વર્ષીય સગીરની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે આરોપી વિશાલ હળપતિ કડક પુછપરછ કરતા તેઓએ ૧૫ વર્ષીય સગીર ને પૈસાની જરૂર હોય કોઇ રાહદારી ઈસમને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.

અમરસિંહ ડામોર થેલો લઈ રાજસ્થાન જવા માટે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન આરોપીએ થેલામાં સારા એવા પૈસા હોય તેવી આશા રાખી અમરસિંહને પ્લાઈ ની પટ્ટી તેમજ મરણ જનારએ પહેરેલી પટ્ટો કાઢી તેના દ્વારા માર મારી મરણ જનારના ખિસ્સામાંથી ફક્ત ૫૦૦ રૂપિયાની લૂંટ ચલાવી અમરસિંહના કપડાં કાઢી નગ્ન હાલતમાં છોડી ભાગી છૂટયા હતા

એસપી ડો.રાજદીપ સિહ ઝાલાએ જણાવ્યું કે વિશાલ હળપતિ અને ૧૫ વર્ષીય સગીર યુવાન છેલ્લા એક વર્ષથી એક બીજાના દુશ્મન ગણાતા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી દોસ્ત બની લૂંટ ચલાવતા હતા. આરોપી વિશાલ હસમુખ હળપતિ અગાઉ વાહનચોરી અને દારૂના ગુનામાં પણ સંડોવાયેલો હતો.પીના ચલામાં થયેલ હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. કાયદાના સંઘર્ષમાં આવેલા આરોપીને જુવેનાઈલમાં મોકલી આપ્યો છે. જ્યારે વાપી ટાઉન પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.