Western Times News

Gujarati News

IPL ની ફાયનલ યુએઈમાં ૧૫મી ઓક્ટોબરે રમાશે

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે યુએઇમાં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ ની બાકીની મેચોની તારીખ નક્કી કરી છે. બીજા તબક્કાની પ્રથમ મેચ ૧૯ સપ્ટેમ્બરે રમાશે, જ્યારે ફાઇનલનું આયોજન ૧૫ ઓક્ટોબર એટલે કે દશેરાના દિવસે કરાશે.

ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાત કરતાં બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે, બીસીસીઆઇ અને અમીરાત ક્રિકેટ બોર્ડ વચ્ચે ચર્ચા સારી રહી અને ભારતીય બોર્ડને વિશ્વાસ છે કે, આઇપીએલની બાકીની મેચો દુબઇ, શારજાહ અને અબુધાબીમાં સફળતાપૂર્વક આયોજીત કરાશે.

સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર અધિકારીએ કહ્યું કે, ઇસીબીએ બીસીસીઆઇ એસજીએમ પહેલાં જ આ ટૂર્નામેન્ટની મેજબાની માટે મૌખિક મંજૂરી આપી દીધી હતી. ગયા સપ્તાહે તેની પર મોહર લાગી. સિઝન ફરી શરૂ થતાં પ્રથમ મેચ ૧૯ સપ્ટેમ્બરે રમાશે, જ્યારે ૧૫ ઓક્ટોબરે ફાઇનલ હશે. બીસીસીઆઇ દ્વારા અગાઉથી જ બાકીની મેચોના આયોજન માટે ૨૫ દિવસની વીન્ડોની શોધ હતી.

વિદેશી ખેલાડીઓ અંગે અધિકારીએ કહ્યું કે, ચર્ચા શરૂ થઇ ગઇ છે અને અમે આશા કરી રહ્યાં છે કે મોટાભાગના વિદેશી ખેલાડી ઉપલબ્ધ હશે. જાે કોઇ ખેલાડી નહીં આવી શકે તો અમે જાેઇશું કે શુ કરવું છે. પરંતુ હાલ અમે આશા કરી રહ્યાં છે કે યુએઇમાં ૧૪મી સિઝનનું આયોજન શાનદાર હશે.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-મેમાં કોરોનાની બીજી લહેર વચ્ચે આઇપીએલ રમાઇ રહી હતી. મે મહિનાની શરૂઆતમાં કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સંક્રમિત થતાં સિઝન સ્થગિત કરાઇ હતી. ૧૪મી સિઝનની ૨૯ મેચ રમાઇ ચૂકી છે, જ્યારે ૩૧ મેચ બાકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.