Western Times News

Gujarati News

દિવાળી સુધી રેશનકાર્ડ ધારકોને પાંચ કિલો અનાજ મફત મળશે

પ્રતિકાત્મક

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ૮૦ કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને લાભ થશે

નવી દિલ્હી,  કોરોનાવાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ફરીથી એપ્રિલ ૨૦૨૧ માં ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે મે અને જૂન મહિનામાં રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે ૫ કિલો વધારાના અનાજ (ચોખા / ઘઉં) પ્રદાન કર્યા હતા.

હવે સરકારે દિવાળી સુધી આ યોજના વધારી દીધી છે. એટલે કે હવે રેશનકાર્ડ ધારકોને દિવાળી સુધી રેશનકાર્ડ પર ઉપલબ્ધ ક્વોટા ઉપરાંત ૫ કિલો મફત અનાજ મળી શકશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ૨.૦ ના વિસ્તરણની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે રાષ્ટ્રને સંબોધન દરમિયાન કરી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ૮૦ કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને લાભ થશે.

આ યોજનામાં જાહેર કરાયેલ વધારાના નિઃ શુલ્ક ૫ કિલો અનાજ દર મહિને રેશનકાર્ડ પર ઉપલબ્ધ રેશન ઉપરાંત છે. જાે કોઈ કુટુંબના રેશનકાર્ડમાં ચાર સભ્યો હોય અને હાલમાં સભ્ય દીઠ પાંચ કિલો રેશન (ચોખા / ઘઉં) ઉપલબ્ધ હોય, તો એક મહિનામાં તે રેશનકાર્ડ ઉપર મળેલું કુલ રેશન ૨૦ કિલો છે. હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દિવાળી સુધી સભ્ય દીઠ વધારાના પાંચ કિલો મફત રેશન (ચોખા / ઘઉં) મળશે.

એટલે કે, રેશનકાર્ડના સભ્ય પાસે દિવાળી સુધી કુલ ૧૦ કિલો રેશન રહેશે. આ સભ્ય દીઠ ૧૦ કિલો રેશનમાંથી માત્ર ૫ કિલો રેશનના પૈસા ચૂકવવા પડશે અને બાકીના ૫ કિલો રેશન મફત મળશે. આ રીતે, ૪ સભ્યોનાં નામે રેશનકાર્ડ ઉપર દિવાળી સુધી કુલ રાશન ૨૦ કિલોને બદલે ૪૦ કિલો રહેશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજનાની સહાયથી દેશના ૮૦ કરોડથી વધુ લોકોને નિઃ શુલ્ક અનાજ આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે મે અને જૂન મહિનામાં રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે ૫ કિલો વધારાનું અનાજ (ચોખા / ઘઉં) આપ્યા હતા.
હવે મોદી સરકારે પીએમ ગરીબ કલ્યાણ અન્ના યોજનાને આ વર્ષે દિવાળી સુધી વધારી દીધી છે.

અગાઉ આ યોજના જૂન સુધી લાગુ કરવામાં આવી હતી. છેલ્લી વખત પણ આ યોજના અમલમાં મૂક્યા બાદ દિવાળી અને છઠ સુધી લંબાવાઈ હતી.પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના ગત વર્ષે કોરોના વાયરસની પ્રથમ લહેર દરમિયાન શરૂ કરવામાં આવી હતી, કે જ્યારે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ગરીબોને રાહત આપવા સરકારે એપ્રિલથી જૂન સુધીમાં ૮૦ કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને મફત રેશન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.