Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લામાં ૧૫ સેન્ટરો પર રસીકરણ કાર્યક્રમ યોજાયો

(તસ્વીર: દિલીપ પુરોહિત, બાયડ) વર્તમાન સમયમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. જે અનુસાર ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં કોરોનાનની રસીકરણનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરેક રાજ્યમાં કોરોનાની રસી સરકાર દ્વારા દરેકને મફતમાં આપવામાં આવે છે.

તા.૧લી મે થી ૧૮ થી ૪૪ વય જૂથમાં વેક્સિનેશનનો આરંભ કરાયો છે. જે અંતર્ગત ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાને નિયંત્રણમાં લાવવા વધુમાં વધુ યુવાનો ઝડપથી વેક્સિન લે એવી વ્યવસ્થા કરવા તંત્રને આદેશો કરાયા હતા.

જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ ૧૮ થી ૪૪ વર્ષના યુવાનોને કોરોના રસીકરણ હેઠળ આવરી લેવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અરવલ્લીના ૧૫ સેન્ટરો પર યુવાનોને રસી મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. જેમાં અરવલ્લીના કુલ ૫,૧૧,૬૬૫ યુવાનોમાંથી અત્યાર સુધીમાં ૮,૨૩૯ યુવાનોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.