Western Times News

Gujarati News

બ્રિટન અને બ્રાઝિલથી આવેલા લોકોમાં વાયરસનો નવો સ્ટ્રેન મળી આવ્યો

Files Photo

નવીદિલ્હી: ભારતમાં કોરોનાના નિયંત્રણ હેઠળની પરિસ્થિતિ વચ્ચે ડરામણા સમાચારો સામે આવ્યા છે. પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ કોરોના વાયરસના જિનોમ સિક્વન્સીંગમાં એક નવો પ્રકાર શોધી કાઢયો છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ બ્રિટન અને બ્રાઝિલથી ભારત આવેલા લોકોમાં આ વેરિએન્ટ જાેવા મળ્યો છે. ઇન્સ્ટિટ્યૂટએ તેનું નામ બી.૧.૧.૨૮.૨ રાખ્યું છે. તે ભારતમાં મળી આવેલા ડેલ્ટા વેરિયન્ટની જેમ જ ગંભીર છે.

તેનાથી સંક્રમણ લાગતા લોકોમાં કોરોનાના ગંભીર લક્ષણો જાેવા મળી શકે છે. વેરિયન્ટનો અભ્યાસ કર્યા પછી, એવું જાણવા મળ્યું છે કે તે લોકોને ગંભીર રીતે બીમાર કરી શકે છે. આ વેરિયન્ટ સામે વેક્સિન અસરકારક છે કે કેમ તે જાેવા માટે સ્ક્રીનીંગ કરવાની જરૂરિયાત કહેવામાં આવી છે. એનઆઇવીનો આ અભ્યાસ  માં ઓનલાઇન પ્રકાશિત કરવામાં આવ્યો છે.જ્યારે, આ જ સંસ્થાના અન્ય એક અધ્યયનમાં, એવું કહેવામાં આવ્યું હતું કે સ્વદેશી કોરોનાની વેક્સિન કોવેક્સિન પણ આ વેરિયન્ટ સામે અસરકારક છે અને વેક્સિનના બે ડોઝ દ્વારા જે એન્ટિબોડીઝ બને છે, તેનાથી આ વેરિયન્ટને ન્યુટ્રિલાઇટ કરી શકાય છે.

હેલ્થ નિષ્ણાતો કહે છે કે જ્યારે બી.૧.૧.૨૮.૨ વેરિયન્ટથી સંક્રમણ લાગે છે, ત્યારે વ્યક્તિનું વજન ઓછું થવાનું શરૂ થાય છે. તેના સંક્રમણના ઝડપથી ફેલાવાને કારણે, દર્દીના ફેફસાંને નુકસાન થાય છે. આ વેરિયન્ટ ફેફસાંમાં ઘા અને તેમાં ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ અભ્યાસ કોવિડની જીનોમ સર્વેલન્સની જરૂરિયાત પર ભાર મૂકે છે. જેથી ટૂંક સમયમાં કોરોનાના નવા-નવા વેરિયન્ટ વિશે વહેલી તકે જાણી શકાશે.

જીનોમ સિક્વન્સિંગ લેબ્સ એવા મ્યુટન્ટ્‌સને શોધી રહી છે જે કોરોના સંક્રમણમાં અચાનક આવતા ઉછાળા પાછળનું કારણ હોય છે. હાલમાં ભારતીય  જિનોમ સિક્વેંસિંગ હવેકન્સોર્ટિયાહેઠળ ૧૦ રાષ્ટ્રીય લેબ્સ દ્વારા આશરે ૩૦,૦૦૦ નમૂનાઓ અનુક્રમે બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર પણ જિનોમ સિક્વન્સીંગ માટે સંસાધનો વધારવાનું કામ કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને હાલમાં કન્સોર્ટિયમમાં વધુ ૧૮ લેબ્સ ઉમેરવામાં આવી છે.

ડેલ્ટા અથવા મ્.૧.૬૧૭ સ્ટ્રેન જેને ડબલ મ્યુટન્ટ સ્ટ્રેન તરીકે પણ ઓળખાય છે, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. આને લીધે, અહીં આવેલ મહામારીની બીજી લહેરની ખરાબ રીતે અસર થઈ છે. દેશની સૌથી અસરગ્રસ્ત રાજ્ય, મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં જીનોમ સિક્વન્સીંગ કરવામાં આવેલ અડધાથી વધુ નમૂનાઓમાં બી.૧.૬૧૭ વેરિયન્ટ મળ્યો હતો.

ભારતમાં હાહાકાર મચાવનાર ડેલ્ટા વેરિયન્ટને કારણે લોકોને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વેરિયન્ટને કારણે કોરોના દર્દીઓમાં એવા લક્ષણો પણ દેખાય રહ્યા છે, જે સામાન્ય રીતે તેમનામાં જાેવા મળતા નથી. દેશના ડોકટરોએ શોધી કાઢ્યું છે કે સાંભળવામાંમાં ઘટાડો, ગેસ સંબંધિત સમસ્યાઓ, બ્લડ ક્લોટ અને ગેંગરીન જેવા લક્ષણો પણ ડેલ્ટા વેરિઅન્ટના કારણે જાેવા મળે છે. ચેપી રોગના નિષ્ણાત અબ્દુલ ગફૂરને ટાંકતા બ્લૂમબર્ગના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.