Western Times News

Gujarati News

ગર્ભાવસ્થા દરમિયાન ડીપ વેઇન થ્રોમ્બોસીસના (ડીવીટી) પ્રારંભિક સંકેતો માટે સ્ત્રીઓએ શું ધ્યાન રાખવું જોઈએ.

નસમાં લોહી ગંઠાઈ જવાને ડીપ વેઇન થ્રોમ્બોસીસ (ડીવીટી) DVT deep vein thrombosis તરીકે ઓળખવામાં આવે છે. આ એક ગંભીર બીમારી છે જે પગની શિરાઓમાં વધારે જોવા મળે છે. લગભગ ૧૫ જેટલા વિવિધ પ્રકારના થ્રોમ્બોસીસ છે જે શરીર માં જુદા જુદા ભાગોને અસર કરે છે.

લોહીની મોટી શિરાઓમાં લોહીની ગાંઠ બનવાની બીમારીને ડીપ વેઇન થ્રોમ્બોસીસ તરીકે ઓળખવામાં આવે છે.  આ અંગે વધુ માહિતી ડો. અંકિત રૈયાણી, કન્સલ્ટન્ટ હિમેટોલોજિસ્ટ ક્યોર હિમેટોલોજી સેન્ટર, અમદાવાદ દ્વારા આપવામાં આવી હતી.

ગર્ભાવસ્થા દરમિયાન ડીવીટી સામાન્ય રીતે ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન શરીરમાંથી થતા હોર્મોનલ ફેરફારોને કારણે થાય છે. ડીપ વેઇન થ્રોમ્બોસીસ ની શરૂઆત થાય ત્યારે ઘણી વખત દર્દી ને વધારે તકલીફ થતી નથી આને લીધે આ બીમારી જલ્દી નજર માં આવતી નથી અને સમય સાથે વધારે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

ડીપ વેઇન થ્રોમ્બોસીસ ના કારણે થતી ગંભીર સમસ્યાઓ ને સમજવા માટે ડીપ વેઇન થ્રોમ્બોસીસ વિષે જાણવું જરૂરી છે. ડીપ વેઇન્સ એ લોહીની મોટી શિરાઓ છે જે શરીરમાં બધેથી લોહી પાછુ હદય સુધી પહોચાડવાનું કામ કરે છે. ડીપ વેઇન્સ નામ પ્રમાણે ચામડીથી ઘણી નીચે સ્નાયુઓ અને વિવિધ અવયવો વચ્ચે થી પસાર થતી હોય છે. આ મોટી શિરાઓ માં ગાંઠ બનવાની બીમારી ને ડીપ વેઇન થ્રોમ્બોસીસ કહેવામાં આવે છે.

ડીપ વેઇન થ્રોમ્બોસીસ (ડીવીટી) માટે ત્રણ મુખ્ય પરિબળો ભાગ ભજવતા હોય છે.

1.    લોહી ઘટ્ટ થવું

2.    લોહી નું પરિભ્રમણ અટકવું

3.    લોહી ની નસો માં ઈજા થવી

અકસ્માત, ઓપરશન, ઇન્ફેકશન થી આવું થવાની શકત્યા વધી જાય છે. સામાન્ય ડિલીવરી ની સરખામણી માં સિઝેરિયન ડિલીવરી કરાવતી સગર્ભા સ્ત્રીઓ માં ડી.વી.ટી. થવાનું જોખમ વધારે હોય છે. ઓપરેશન થયા પછી બને તેટલું જલ્દી થી ચાલવાનું પાછુ શરુ કરવાથી ડી.વી.ટી. નું જોખમ ઘટી જાય છે.

જો આ ગંભીર બીમારી નું સમયસર નિદાન અને યોગ્ય સારવાર કરવામાં ના આવે તો આ લોહી ની ગાંઠ શીરા માં જ આગળ વધી શકે છે. અથવા તેના નાના ટુકડાઓ છુટા પડી લોહી ના પ્રવાહ માં સાથે શરીરમાં અલગ અલગ અવયવોમાં (ખાસ કરી ને ફેફસા, મુત્રપિંડ, હૃદય). લોહી ની નાની નાની નસો ને સંપૂર્ણપણે બંધ કરીને મોટું નુકસાન પહોચાડી શકે છે. આને આપણે એમ્બોલાઈઝેશન કહીએ છીએ. આ એક મેડીકલ ઈમરજન્સી છે. જેમાં તાત્કાલીક સારવાર ન મળે તો જીવનું જોખમ થઇ જાય છે

આ ગંભીર બીમારી ને અટકાવવા આપણે શું કરી શકીએ?

આપણે બધાએ ડી.વી.ટી. થવાનું જોખમ વધારતા પરિબળો ને સમજવા જરૂરી છે. ડી.વી.ટી. ને અટકાવવા માટે નીચે ના સૂચનો અનુસરવા જોઈએ:

1.    નિયમિત વ્યાયામ / યોગ કરવો જોઈએ

2.    તમાકુ, બીડી, સિગારેટ, અને આલ્કોહોલ ના વ્યાસનો થી દુર રેહવું

3.    એક જ જગ્યા એ લાંબો સમય પગ વાળી ને બેસવાનું ટાળવું જોઈએ (ખાસ કરી ને લાંબી મુસાફરી કરતા હોય ત્યારે)

4.    કોઈ પણ ઓપરેશન પછી બને તેટલું જલ્દીથી હલન ચલન શરુ કરવું જોઈએ

5.    સમયસર પૂરતા પ્રમાણમાં પાણી પીવું હિતાવહ છે. પાણી ના અભાવ થી લોહી વધારે ઘટ્ટ બની શકે છે. જેથી ગાંઠ થવાનું જોખમ વધી શકે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.