Western Times News

Gujarati News

નડિયાદની જલાશ્રય રિસોર્ટ માંથી દારૂ  બિયર સાથે એક ઈસમને ઝડપી પાડતી LCB

રિસોર્ટ માંથી એલસીબીએ દારુ પકડે છે ત્યારે તેના મૂળ સુધી જાય તેવી પ્રજાજનોની માંગ પડદા પાછળ મોટા માથા હોવાની ચર્ચા
નડિયાદ જલાશ્રય રિસોર્ટમાંથી વિદેશી દારૂ ઝડપાતા શહેરભરમાં અનેક ચર્ચાઓ જાગી છે છેલ્લા ઘણા સમયથી આ રિસોર્ટમાં ગોરખધંધા ચાલતા હતા પરંતુ કોઈના છૂપા આશીર્વાદ પોલીસ ની રહેમ નજર હતી હવે પોલીસે હિંમત કરીને દરોડો પાડી ત્યારે  તેના મૂળ સુધી જાય કેવું જાગૃત પ્રજા કહે છે
આં અગે મળતી માહિતી મુજબ નડિયાદ એલસીબી ની ટીમે મોડી રાત્રે રિસોર્ટમાં દરોડા પાડી રૂમોની તલાસી લેતા ૩૧૦ નંબરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળતા પોલીસે રિસોર્ટ મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે . નડિયાદમાં હાઈ પ્રોફાઈલ રિસોર્ટ તરીકે વિકસીત થયેલો જલાશ્રય રિસોર્ટ ફરી એકવાર વિવાદનું મૂળ બન્યો છે . શહેરના ડભાણ રોડ સ્થિત જિલ્લા સમાહર્તાની ઓફિસ સામે આવેલા રિસોર્ટમાં નડિયાદ એલસીબી એ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા :

રાત્રે ૯ વાગ્યા બાદ એલસીબી ની ટીમે રિસોર્ટમાં ત્રીજા માળે જઈ રૂમ નં . રિસોર્ટમાંથી ૩૦૧ થી ૩૧૦ ની તપાસ કરતા ૩૧૦ માં નંબરની રૂમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો . પોલીસે ત્યાં હાજર જવાબદારની પૂછપરછ કરતા નરેન્દ્રસિંહ કરણસિંહ રાઠોડ ( મૂ . રહે . ઉદેપુર , રાજસ્થાન , હાલ રહે . રૂમ નં . 308 , જલાશ્રય રિસોર્ટ , નડિયાદ ) અને પોતે રિસોર્ટમાં મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યુ હતુ . પોલીસે રૂમ નં . ૩૧૦ માંથી ઝડપાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૧ નંગ બોટલની કિંમત ૨૫૯૦ ગણી કુલ ૩૫૯૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે . એલસીબી પોલીસે રિસોર્ટના મેનેજર બાતમીના સામે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે  ફરિયાદ નોંધાવી છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.