Western Times News

Gujarati News

સરકાર કાયદો ઘડે અને અધિકારીઓ લાચારી વ્યક્ત કરે આ કેવું?!

ગેરકાયદેસર બાંધકામ રાતોરાત થઇ જતું નથી આ દલીલ પચાવી શકાય એમ નથી પરંતુ તેની સામે અધિકારીઓની નિષ્ફળતા પણ એટલી જ જવાબદાર છે- જસ્ટિસ બેલાબેન ત્રિવેદી જસ્ટીસ શ્રી ભાર્ગવ ભાઈ કારિયા!

૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીઓ આવતી હોવાથી બીયુ પરમિશન બાબતે ઉતાવળે પગલાં લેવાનું ટાળવા સરકાર લાચારી દર્શાવી રહી હોવાનું બાબત ટોક ઓફ ધ ટાઉન બની!

સુપ્રીમકોર્ટમાં ગયેલી હોસ્પિટલોએ સુપ્રીમકોર્ટમાં માનવતાની અપીલ કરી સ્ટે તો લીધો છે પરંતુ શું દર્દીઓ પાયલ ફાયર એન.ઓ.સી વગર ભડથું થાય તો તેમાં કઈ માનવતા હશે?!

તસવીર ગુજરાત હાઇકોર્ટની છે જ્યારે ઈનસેટ તસવીર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શ્રીમતી બેલાબેન ત્રીવેદી ની તથા જસ્ટીસ શ્રી ભાર્ગવભાઈ ડી.કારિયા છે આ બંને ન્યાયાધીશોએ પ્રજાના વ્યાપક હિતમાં નાથવા અને લાચાર સરકાર અને લાચાર મ્યુ કોર્પોરેશનના અધિકારીઓની શાન ઠેકાણે લાવવા રાજ્ય સરકારને તથા મ્યુનિસિપલ કોર્પોરેશન ને ચાર સપ્તાહમાં ફાયર એન.ઑ.સી આપવા શું કાર્યવાહી કરી અને બીયુ પરમિશન નો મુદ્દો ઉકેલવા સરકારની સ્પષ્ટ નીતિ અને કાર્યવાહીનું રણનીતિ શું છે તેનો અહેવાલ રજૂ કરવા હુકમ કરતા તંત્રમાં ખળભળાટ વ્યાપી ગયો છે!

ગુજરાત હાઈકોર્ટે બીયુ પરમિશન પર સ્પસ્ટ ભાર મુકતા અદાલતમાં સરકારે એવું કહેવું પડે કે બીયું નો ઉકેલ લાવીશું તો અફડાતફડી સર્જાશે પરંતુ સરકાર ની આ સ્પષ્ટતા પછી પ્રજામાં એ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે કે ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી આવતી હોય મતોના રાજનીતિના કૃતિકરણ ની નીતિને લઈને હાઇકોર્ટમાં પગલાં લેવા અંગે લાચારી કરવામાં આવી રહી હોવાનું મનાય છે

સરકારે કહ્યું કે ગેરકાયદેસર ઇમારતો બાંધનાર લોકો એના માટે એટલા જ જવાબદાર છે રાતોરાત લોકો પણ બાંધકામ કરી દે છે! તેની સામે નામદાર હાઈકોર્ટે એમ કહેવું પડે કે આવા લોકો પણ જવાબદાર છે પરંતુ એમની સામે પણ તમે શું પગલાં લીધા? અને અધિકારીઓની નિષ્ફળતા પણ એટલી જ જવાબદાર છે!

ગુજરાત સરકારે તાજેતરમાં જ ભૂમાફિયા વિરુદ્ધ નવો કાયદો અમલી બનાવ્યો છે સરકારી કે ખાનગી જમીન પર ગેરકાયદે જમીન પર દબાણ કરવું એ સજાપાત્ર ગુનો છે અને વિશેષ અદાલતની રચના કરાઈ છે અને કેસની ઝડપી નિકાલ ની બાહેધરી અપાઈ છે તેમાં પણ સરકારી અધિકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કેટલા સામે ગુના દાખલ કર્યા એ પણ વિચાર માગી લે તેવી બાબત છે જોઈએ

એ તે નામદાર ગુજરાત હાઈકોર્ટ કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવા અને સર્વને સમાન ન્યાય ના હેતુસર શું આખરી હુકમ કરે છે ભારતની સુપ્રીમ કોર્ટમાં “કોરોનાનીમા માનવતાવાદી દલીલ રજુ કરીને ફાયર એ.ઓ.સી થી બચવા હાલ પૂરતો સ્ટે તો હોસ્પિટલ વાળાએ મેળવી લીધો છે પરંતુ ફાયર એન.ઓ.સી વગર હોસ્પિટલમાં એક સાથે અનેક દર્દીઓ ભડભડ સળગી ઉઠશે તો કોણ જવાબદાર? તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા

ગ્રીક ચિંતક એરિસ્ટોટલે સરસ કહ્યું છે કે રાજ્ય ચલાવવા માટે સારા કાયદા એટલા જરૂરી નથી જેટલા સારા અધિકારીઓની જરૂર છે!! અમે”રિકાના વિખ્યાત મહિલા ઉદ્યોગપતિ મેરી એસે સરસ કહ્યું છે કે મોટાભાગના લોકો ડ્રોઇંગરૂમમાં પિયાનો સજાવીને પરલોક સિધાવી જાય છે એમણે ક્યારેય વગાડવાની હિંમત નથી કરી હોતી!!

દેશની કેન્દ્ર સરકાર હોય કે દેશની રાજ્ય સરકાર હોય ઘણીવાર કાયદા ની રચના શબ્દોમાં ખૂબ જ સુંદર હોય છે, પરંતુ તેનો અમલ કરાવવાની પ્રમાણિકતા શૂન્ય હોય છે! ગુજરાતમાં બીયુ પરમિશન નો કાયદો છે! ફાયર એનઓસી નો કાયદો છે! અનેક તાજેતરમાં ગુજરાત સરકારે રચેલો ભૂમાફિયા વિરોધી કાયદો છે!

પરંતુ તેનો અમલ કરાવવાની સરકારની કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઈચ્છા નથી કે પછી અધિકારીઓને પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા નથી?! ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી બેલાબેન ત્રિવેદી અને જસ્ટીસ શ્રી ભાર્ગવ ડી.કારિયાની ખંડપીઠે બીયુ પરમિશન વગર ના ને ફાયર એનઓસી આપવા ની કરેલી સરકારની રજૂઆતથી ન્યાયાધીશો ચોંકી ઉઠયા છે અને હવે તો હદ થઈ ગઈ?! આવી ટકોર હાઇકોર્ટે કરવી પડી દર્શાવે છે જે દર્શાવે છે કે કથિત ભ્રષ્ટાચારી અધિકારીઓની પોલ ખૂલી ગઈ છે એવું સમજાય છે!!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.