Western Times News

Gujarati News

રાજસ્થાન સરકારે ટેલીફોન ટેિંપગને રાજનીતિક હથિયાર બનાવ્યું : શેખાવત

જાેધપુર: કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે રાજસ્થાનની વર્તમાન કોંગ્રેસ સરકાર ગેરકાયદેસર રીતે જનપ્રતિનિધિઓના ટેલીફોન ટેપ કરે છે અને તેનો પોતાના રાજનીતિક હથિયાર તરીકે ઉપયોગ કરે છે એવા અનેકવાર આરોપ લાગ્યા છે.જાેધપુર પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રી શેખાવતે કહ્યું કે ગત વર્ષ જયારે ફોન ટેપિંગ પ્રકરણ સામે આવ્યું હતું ત્યારે મુખ્યમંત્રી અશોક ગહલોતે વિધાનસભા અને મીડિયાની સામે કહ્યું હતું કે રાજસ્થાનમાં આ પરંપરા નથી પરંતુ બાદમાં વિધાનસભામાં તેમના જ મંત્રી શાંતિ ઘારીવાલે કહ્યું હતું કે અમે લીગલ રીતે ટેલીફોન ટેપ કર્યા છે.

શેખાવતે કહ્યું કે મારી જાણકારીમાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીના જ કેટલાક ધારાસભ્યોએ મુખ્યમંત્રીથી એ વાતની ફરિયાદ કરી છે કે તેમના ટેલીફોન ટેપ કરવામાં આવી રહ્યાં છે આ કાયદેસર કરવામાં આવી રહ્યાં છે કે ગેરકાયદેસર કરવામાં આવી રહ્યાં છે મને લાગે છે કે રાજય સરકાર અને કોંગ્રેસના વડાએ આ વાતનું સ્પષ્ટીકરણ આપવું જાેઇએ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સચિન પાટલોટને લઇ મુખ્યમંત્રી ગહલો એ તેના સમર્થકોએ જે ટીપ્પણી કરી છે

તે જગજાહેર છે આજે તેને લઇ જે રીતની ટીપપ્ણી કરી રહ્યાં છે તે પણ જગજાહેર છે પાયલોટ જયારે નારાજ થઇ ચાલ્યા ગયાં હતાં તો તે સમયે તેમની બાબતમાં કંઇ રીતની અમર્યાદિત ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો તેમને ગદ્દાર ભગૌડા દગાબાજ નકારા નાકાબિલ નકમ્મા પણ કહેવામાં આવ્યા હતાં.હવે ફરી એકવાર આવી જ સ્થિતિ થઇ રહી છે હવે શું ઉપનામ અને પદવીઓ આપવામાં આવશે તેની તૈયારી પાયલોટે પણ કરી લીધી હશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.