Western Times News

Gujarati News

ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અમદાવાદ: અમદાવાદમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. એક કલાકના વરસાદમા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. હાટકેશ્વર સર્કલ વરસાદી પાણીને કારણે બેટમાં ફેરવાયું હતું. અમદાવાદ શહેરમાં એક કલાકમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં સૌથી વધારે વરસાદ સરખેજ અને સૌથી ઓછો વરસાદ નિકોલ ખાબક્યો છે.

સેટેલાઇટ, બોપલ, જાેધપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, સરખેજ, શીલજ, મેમ્કો, દુધેશ્વર, નરોડા રોડ, જમાલપુર વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં સાંજે અચાનક પવન અને વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. વરસાદને કારણે રિવરફ્રન્ટના નીચાણવાળા વિસ્તારમાં પાણી ના ભરાય એ માટે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વાસણા બેરેજનો ગેટ નંબર ૨૮ એક ફૂટ ખોલવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરમાં રાતે જાેરદાર વરસાદ પડ્યો હતો . શહેરના વિવિધ વિસ્તારોમાં બે કલાકમાં સરેરાશ બે ઇંચ વરસાદ પડ્યો હતો .જેમના લીધે શહેરમાં વરસાદ ને કારણે પૂર્વ અમદાવાદ માં પાણી ભરાઈ ગયા હતા. તેમજ પૂર્વ વિસ્તાર માં સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જવાની પણ ફરિયાદ ઉઠી હતી.શહેર માં ૩ કલાક માં સૈાથી વધુ ૩ ઇંચ વરસાદ મેમ્કો વિસ્તાર માં પડ્યો હતો. જ્યારે સૈાથી ઓછો અડધો ઇંચ વરસાદ સાયન્સ સિટી વિસ્તાર માં પડ્યો હતો.

અમદાવાદમાં કાંકરિયા ખાતે દીવાન બલ્લુભાઈ સ્કુલ પાસે આવેલા કરન એપાર્ટમેન્ટની દિવાલ ધસી પડી, અમદાવાદમાં વરસાદની જાેરદાર બેટીંગ બાદ બની ઘટના. જે દિવાલ નીચે ૧૩ ટૂ વ્હીલર્સ, ૧ ઓટો દબાઈ ગઈ. ઘટનામાં કોઇ જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો. બનાવની જાણ થતા તુરંત ત્યાં પહોચી મણિનગર ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી ગઈ હતી.વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.અમદાવાદ સિવાય અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. મોડાસા, બાયડ અને ધનસુરા તાલુકામાં વરસાદ પડ્યો હતો. ભારે પવન ફૂંકાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.