Western Times News

Gujarati News

અમદાવાદમાં ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ પ્રિ-મોન્સુન પ્લાન અંગે સવાલો ઉભા થયાં

અમદાવાદ: અમદાવાદમાં ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ પ્રિ-મોન્સુન પ્લાન અંગે સવાલો ઉભા થયાં છે. માત્ર બે ઈંચ જેટલા વરસાદમાં જ શહેરમાં પાણી ભરાઈ ગયાં હતાં. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને મોટી હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં બુધવારે થયેલા વરસાદને લીધે એસપી રીંગ રોડ પરના સર્કલ નજીકના અંડરપાસમાં પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદ ગઈ કાલે રાત્રે થયો હતો પરંતુ ૧૪ થી ૧૫ કલાક બાદ પણ અંડર પાસમાં છાતી સમુ પાણી ભરેલ હતું જેના કારણે પીક-અપ વાન પાણીમાં ફસાતા અનેક શ્રમિકોના જીવ જાેખમાં મુકાયા હતા.

એ યાદ રહે કે અમદાવાદ શહેરમાં એક કલાકમાં સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો છે. જેને પગલે વિવિધ વિસ્તારમાં નીચાણવાળી જગ્યાએ પાણી ભરાયા છે. માત્ર એક ઇંચ વરસાદમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કુબેરનગર બંગલો વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાઇ ગયા છે. એ સિવાયના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. સેટેલાઇટ, બોપલ, જાેધપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, સરખેજ, શીલજ, મેમ્કો, દુધેશ્વર, નરોડા રોડ, જમાલપુર વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.

અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો જાેવા મળ્યો છે. દરમિયાન નાઉકાસ્ટે આગામી ૩ કલાક સુધી ભારે પવન સાથે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડકાભડાકા સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે.

શહેરમાં ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહાનગર પાલિકાએ તેનો પ્રિ- મોન્સુન પ્લાન અમલમાં મૂકી દીધો છે. જેના ભાગરૂપે અમદાવાદ મહાનગર પાલિકાએ પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે. મહાનગરપાલિકાએ આ ઉપરાંત શહેરમાં ઝોન વાઇસ કંટ્રોલરુમ શરૂ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. શહેરમાં ચોમાસાની સિઝનના પાણી ભરાવવાની સમસ્યા સામાન્ય બની છે. તેવા સમયે મહાનગર પાલિકાએ આ વર્ષે શહેરના મોટાભાગના વિસ્તારમાં લગાવેલા ૧૫૦૦ થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી સતત મોનીટરીંગ કરવાનું આયોજન કર્યું છે. આ સિટી કંટ્રોલ રૂમ ૨૪ કલાક ચાલુ રહેશે. તેમજ તેમાં ૩૦થી વધારે કર્મચારી કાર્યરત રહેશે.

શહેરમાં લોકોને પાણી ભરાવવાની સમસ્યાથી ઝડપી છૂટકારો મળે તે માટે શહેરમાં ૩૧ સ્ટોર્મ વોટર પંપીંગ સ્ટેશનમાં ૭૦ પંપ મુકાવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં ચોમાસા દરમ્યાન ઉભી થનારી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોન્સૂન કંટ્રોલ રૂમ સાથે ૭ ઝોનના ફાયર બ્રિગેડ, બગીચા ખાતું અને એસટીપી વિભાગ સંપર્કમાં રહેશે.

ચોમાસા દરમ્યાન વરસાદ દરમ્યાન અને બાદ પાણી ભરાવવા. ઝાડ પડવા. છત પડવી ભુવા પડવા અને રસ્તા બેસવા જેવી સમસ્યામાં કન્ટ્રોલ રૂમ મદદ રૂપ બનશે. તેમજ સીસીટીવી મારફતે શહેરના અંડર પાસ પર નજર રાખીને શહેરીજનોને સમયસર એલર્ટ કરવામાં આવશે. તેમજ લોકોની માહિતી માટે બે વધારાના હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.