Western Times News

Gujarati News

મોડાસા નજીક સાકરીયામાં સાબર ડેરીનો કેટલફીડ પ્લાન્ટ નાંખવા સરકારને દરખાસ્ત

૧૮ એકરમાં રૂા.૧૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર પ્લાન્ટ આગામી ૮ માસમાં ચાલુ થશે

(પ્રતિનિધિ) મોડાસા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકો માટે જીવનનિર્વાહની કડીરૂપ ગણાતી સાબરડેરીએ આ વર્ષે કોરોના કાળમાં પણ દૂધ ઉત્પાદકોને ભાવફેરની રકમ અપેક્ષા કરતા વધુ ચૂકવવાનો ર્નિણય કર્યો છે ત્યારે શું અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોને સરળતાથી કેટલફીડ (સાબરદાણ) ઓછા ટ્રાન્સપોર્ટેશનના ખર્ચે ઝડપથી મળી રહે તે માટે મોડાસા નજીક આવેલા સાકરીયા ગામની સીમમાં રૂા.૧૫૦ કરોડના ખર્ચે વધુ એક કેટલફીડ પ્લાન્ટ નાખવાની દરખાસ્ત તૈયાર કરીને મંજુરી માટે રાજ્ય સરકારને મોકલી આપ્યા છે. જે દરખાસ્ત આગામી દિવસોમાં મળનારી કેબિનેટની બેઠકમાં મંજુર થઈ જશે.

૧૮ એકરમાં રૂા.૧૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર પ્લાન્ટ આઠ મહિનામાં શરૂ થશે ઃ સરકારની મંજૂરી બાદ કામગીરી શરૂ થશે ગુજરાત મિલ્ક માર્કેટીંગ ત્યારે સમયસર સાબરદાણનો જથ્થો દરરોજ ૫૦૦ મેટ્રીક ટનની રહેશે. ફેડરેશન અને સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યુ હતું કે સાબરડેરી ધ્વારા સ્થાનિક દૂધ મંડળીઓની મદદથી દરરોજ અંદાજે ૨૨ લાખ લિટરથી વધુ ગાય અને ભેંસના દૂધનું સંપાદન કરવામાં આવે છે

જાેકે સાબરડેરીએ રાજસ્થાન, હરીયાણા, આંધ્રપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી પશુપાલકો પાસેથી દૂધ ખરીદવામાં આવે છે. બીજી તરફ સાબરડેરી ધ્વારા અત્યારે પશુપાલકોને જરૂરી સાબરદાણ સાબરડેરી નજીક આવેલી હાજીપુરના કેટલફીડ પ્લાન્ટમાંથી ટ્રકો મારફતે મોકલી આપવામાં આવે છે.

જેના લીધે અરવલ્લી જિલ્લા છેવાડાના ગામોના પશુપાલકોને જરૂર હોઇ આ પ્લાન્ટ કાર્યરત કરાશે. સાથોસાથ રાજ્ય સરકાર ધ્વારા મંજુરી મળ્યા બાદ તરત જ તેનું કામ શરૂકરીદેવાશે અને શક્યત દીવાળી આસપાસ થાય એવી શક્યતાઓ છે સાકરીયા ગામની સીમમાં ૧૮ એકર જમીનમાં સ્થાપવા માટે આઠ માસ અગાઉ બોર્ડ મીટીંગમાં કર્યા બાદ મંજુરી માટે રાજ્ય સરકારને મોકલી આપ્યો છે.

સાકરીયા ખાતે તૈયાર થનાર સુચિત કેટલફીડ પ્લાન્ટની ક્ષમતા ઃ બાદ તે કાર્યરત પણ થઈ જશે. જેના લીધે હાજીપુર સ્થિત કેટલફીડ ફેક્ટરી પર કામનું ભારણ ઓછુ થશે. ઉલ્લેખનીય છે કે અત્યારે સાબરડેરી નિર્મિત સાબરદાણનો ૫૦ કિલો પેકીંગનો ભાવ અંદાજે રૂા.૧૨૭૫ મુજબ દૂધ ઉત્પાદકોને મળે છે.

કેબિનેટમાં મંજુરી મળશે –ડેરીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાજેતરમાં મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન સાબરડેરી ધ્વારા સ્થપાનાર કેટલફીડ પ્લાન્ટની “ સૈધાન્તિક મંજુરી કેબિનેટની બેઠકમાં ચર્ચા થયા બાદ મંજુરી મળશે અને ત્યાર પછી આગળની કામગીરી શરૂ થશે. સાથોસાથ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન ધ્વારા રાજકોટ ખાતે સ્થપાનાર ડેરીને પણ મંજુરી |મળી જવાની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.