Western Times News

Gujarati News

BRTSમાંથી રૂ.૯૯ હજાર ભરેલા પાકિટની ચોરી

 

બસ સ્ટેન્ડો પર સીસીટીવી કેમેરા છતાં ખિસ્સા કાતરૂઓ બેફામ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોરી અને લુંટફાટ કરતી ટોળકીઓનો આંતક દિવસેને દિવસે વધી રહયો છે શહેરમાં એએમટીએસ બસો અને બીઆરટીએસ બસો પણ હવે ખિસ્સા કાતરૂઓનું મુખ્ય કેન્દ્ર બની ગઈ હોય તેવુ ચિત્ર ઉપસી રહયું છે. બીઆરટીએસ બસ સ્ટેન્ડોમાં સીસીટીવી કેમેરા લગાડેલા હોવા છતાં ગીરદીનો લાભ લઈ ખિસ્સા કાતરૂઓ પ્રવાસીઓના ખિસ્સા કાપી રહયા છે.

મુળ રાજસ્થાનના અને ઘુમામાં ભાડે મકાન રાખી બોપલમાં ભાડાની દુકાન લઈ ભાગીદારીમાં ધંધો શરૂ કરવાની તૈયારી કરનાર યુવક ખરીદી કરવા માટે ભાગીદારો સાથે બીઆરટીએસ બસમાં બેસી લાલદરવાજા આવવા નીકળ્યો ત્યારે બસમાંથી જ તેના ખિસ્સામાંથી રૂ.૯૯ હજાર રોકડા ભરેલુ પાકિટ ચોરાઈ જતા સનસનાટી મચી ગઈ છે.

આ અંગે હવેલી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે રાજયમાં આર્થિક રીતે સૌથી વધુ વિકસિત અમદાવાદ શહેરમાં અવનવા ઉદ્યોગો સ્થપાઈ રહયા છે અને અમદાવાદનો વ્યાપ પણ વધી રહયો છે જેના પરિણામે દેશભરમાંથી લોકો રોજીરોટી મેળવવા ગુજરાતમાં આવી રહયા છે.

મુળ રાજસ્થાનનો અને હાલ ઘુમા ગામમાં ભાડાનું મકાન રાખી રહેતો જીવારામ માળી નામનો યુવક અમદાવાદમાં અથવા તો આસપાસના વિસ્તારમાં ધંધો કરવા માટે તૈયારી કરતો હતો અને આ માટે તેણે તેના ત્રણ મિત્રો સાથે બોપલમાં ભાડાની દુકાન રાખી ડ્રાયફ્રુટનો ધંધો શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો આ માટેની તમામ તૈયારીઓ ચાલતી હતી અને દુકાનનું ઓપનીંગ તા.૯મીએ રાખવામાં આવ્યું હતું.

દુકાન શરૂ કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી જીવારામ અને તેના ત્રણેય ભાગીદારો જરૂરી માલ સામાનની ખરીદી કરી રહયા હતા ગઈકાલે જીવારામ લાલદરવાજા કેટલીક વસ્તુઓની ખરીદી કરવા માટે બોપલથી બીઆરટીએસ બસમાં નીકળ્યા હતા. લાલદરવાજાથી તેઓ અન્ય વિસ્તારમાં પણ ખરીદી કરવા જવાના હતા તિલકબાગ બસ સ્ટેન્ડ નજીક જીવારામે તપાસ કરતા તેની પાસે રૂ.૯૯ હજાર ભરેલુ પાકિટ ચોરાયેલું માલુમ પડયુ હતું આથી તે જે બસમાં બેઠો હતો તે બસની પાછળ ગયો હતો અને બસ રોકાવી ચાલકને તપાસ કરવા જણાવ્યું હતું.

પરંતુ ચાલકે આટલા બધા નાગરિકોમાં કોની તપાસ કરાય તેવુ જણાવ્યું હતું ત્યારબાદ પોલીસ કંટ્રોલને પણ જાણ કરવામાં આવી હતી ૯૯ હજાર ભરેલુ પાકિટ ચોરાતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં આ અંગે માર્ગમાં આવતા બસ સ્ટેન્ડોમાં સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા હતા અને શંકાસ્પદ વ્યÂક્તઓની તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ હાલમાં નવો ધંધો શરૂ કરવા માટે તૈયારી શરૂ કરતા ચારેય ભાગીદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ અંગે હવેલી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.