Western Times News

Gujarati News

ચાંદખેડા ખાતે સિક્યુરીટી સુપરવાઈઝર  અને ગાર્ડ વચ્ચે ઝપાઝપી થઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ચાંદખેડા ખાતે આવેલી ઓએનજી (ONGC) સી કંપનીમાં સિક્યુરીટી સુપરવાઈઝર તથા ખાનગી કંપનીના સિક્યુરીટી ગાર્ડ વચ્ચે ખુલ્લેઆમ મારામારી થતાં ચકચાર મચી જવા પામી છે. ઘટના બાદ આસપાસના સિક્યુરીટી ગાર્ડ તથા અન્ય કર્મચારીઓ બંન્નને છોડાવવા માટે વચ્ચે પડયા હતા. સમગ્ર મામલો છેવટે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. જ્યાં સિકંયુરીટી સુપરવાઈઝર તથા સિક્યુરીટી ગાર્ડે એકબીજા વિરૂધ્ધ આક્ષેપો કરતી ફરીયાદો નોંધાવી છે.

ઓએનજીસીમાં સરકારી ખાતામાં સિક્યુરીટીફ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા મૂળ રાજસ્થાનના અને હાલ ચાંદખેડા ખાતે રહેતા વિજયસિંગ હનુમાનપ્રસાદ પુનિયા (ઉ.વ.ર૭) એ આક્ષેપ કર્યો હતો કે તે અવનીભવનમાં ખાનગી કંપનીનો સિક્યુરીટી ગાર્ડ અનિલસિંગ શિવનાથસિંગ જૈનિક (રહે.રા-હાઉસ પ્રગતિ સ્કુલની બાજુમાં, ચાંદખેડા) અન્ય ગાર્ડને હેરાન પરેશાન કરતો હોવાથી તેને મળવા માટે ઓફિસમાં બોલાવાયો હતો. જેના પગલે ઉશ્કેરાયેલો અનિલસિંગ આવતાની સાથે જ મેઈન ગેટની પાછળ જ વિજયસિંગ સાથે ઝઘડી પડ્યો હતો. અને તેમની ઉપર હુમલો કરતાં પોતે પણ ઈજાગ્રસ્ત થયા હતા.

બીજી તરફ અનિલસિંગે આક્ષેપ કર્યો હતો કે પોતાના સહકર્મચારીએ વિજયસિંગ તેને ગાળો ભાંડતો હોવાનું જણાવતા પોતે તેમને મળવા આવ્યો હતો. જ્યાં વિજયસિંગે તેમને ગાળો બોલીને માર મારતા પોતે પોલીસને ફોન કર્યો હતો. સમગ્ર ઘટના બુધવારે સવારે દસેક વાગ્યાના અરસામાં બની હતી. એક સીનિયર અધિકારી અને સિક્યુરીટી ગાર્ડ એકબીજા સાથે ઝઘડીને ઝપાઝપી કરતા કર્મચારીઓ પણ ડઘાઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.