Western Times News

Gujarati News

રાજકોટમાં અનાથ પુત્રીના સમૂહલગ્નમાં પોલીસની રેડ

સમૂહલગ્નમાં આશરે ૪૦૦ જેટલા લોકો એકઠા થયા હતા

રાજકોટ,  શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન સામે આવેલા શણગાર હોલમાં આજે ૧૨ અનાથ દીકરીના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં આશરે ૪૦૦ જેટલા લોકોએકત્રિત થયા હતા. આ દરમિયાન લોકો પોતે કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યું હતું. હાલ કોઇ પ્રકારનાં મેળાવડાઓ પર પ્રતિબંધ છે.

ઘટના અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આયોજન કરનાર તથા હોલ સંચાલકની અટકાયત કરી હતી. આ ઉપરાંત સ્થળ પર હાજર લોકોને બહાર કાઢ્યા હતા. જાે કે સમુહલગ્નમાં હાજર રેશમા પટેલે જણાવ્યું કે, ભાજપનાં નેતાઓ ટોળા એકત્ર કરે તો પોલીસ મૌન રહે છે. ૧૨ અનાથ દિકરીા સમુહલગ્નમાં બહાદુરી દેખાડવા માટે આવી પહોંચી હતી. રાજકોટમાં ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતી ભાજપ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી.

જેના નેતાઓ અને કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. ભાજપ જમાવડો કરે તો તેની સામે કોઇ કાર્યવાહી નહી અને અનાથ દિકરીના લગ્નમાં લોકોને હેરાન કરવા માટે આવ્યા હતા. રાજકોટના કોઠારીયા વિસ્તારમાં શ્રીરામધુન સંતવાણી મંડળ દ્વારા ૧૨ દીકરીઓના સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજીડેમ પોલીસ સ્ટેશન સામે આવેલા શણગાર હોલમાં આજે સવારે ૧૨ જાન આવી હતી. જેમાં આશરે ૪૦૦ લોકો એકત્રિત થયા હતા. જેમાં મોટા ભાગના લોકોએ ચહેરા પર માસ્ક પહેર્યું નહોતું. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પણ ઉલ્લંઘન થઇ રહ્યું હતું. આ અંગે પોલીસને માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે આવી આયોજક, સંચાલક અને હોલનાં માલિકની અટકાયત કરી હતી. જ્યારે હાજર લોકોને વિખેરી નાખ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.