Western Times News

Gujarati News

અમે ૧૩૦ કરોડ ભારતીયોના વિકાસ માટે મળીને કામ કરતા રહીશું : મોદી

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ત્મનિભર ભારત પેકેજ હેઠળ આવેલા પરિવર્તનોની જાણકારી આપી છે. ‘વિશ્વાસ અને પ્રોત્સાહન’ શીર્ષકની સાથે લિંક્ડઇન પર પ્રકાશિત બ્લોગમાં તેમણે જણાવ્યું કે પેકેજમાં સામેલ ચાર સુધારોએ કેવી રીતે લોકોની મદદ કરી છે. તેમણે દાવો કર્યો કે આ દરમિયાન વધુ ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો થયો છે. સરકારે ગત વર્ષે કોરોના વાયરસ મહામારીની અસરને ઓછી કરવા માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી.

વડાપ્રધાને લખ્યું કે, આ પહેલા સુધારમાં રાજ્ય સરકારોને એનએફએસએ હેઠળ રાશન કાર્ડોને ઘરના તમામ સભ્યોના આધાર કાર્ડ સાથે જાેડવાની જરૂર હતી. પીએમના જણાવ્યા મુજબ, તેનો સૌથી મોટો ફાયદો એ હતો કે પ્રવાસી શ્રમિક દેશમાં ક્યાંય પણ રાશન પ્રાપ્ત કરી શકે છે. સાથોસાથ તેના કારણે નકલી કાર્ડ અને નકલી નંબરોની પરેશાનીનો સામનો કરવામાં મદદ મળશે. ૧૭ રાજ્યોએ આ સુધારને પૂરા કર્યા અને ૩૭ હજાર ૬૦૦ કરોડ રૂપિયાની રકમ ઇશ્યૂ કરવામાં આવી.

વડાપ્રધાને લખ્યું કે, આ બીજા સુધારમાં રાજ્યોને વ્યવસાય સાથે જાેડાયેલા લાઇસન્સને રિન્યૂ કરાવવાની પ્રક્રિયાને ઓનલાઇન અને ઓટોમેટિક કરવા માટે કહેવામાં આવ્યું. સાથોસાથ આ પ્રક્રિયામાં સામાન્ય ચૂકવણીની વાત સામેલ હતી. ભ્રષ્ટાચાર અને પરેશાનીઓ ખતમ કરવા માટે કોમ્પ્યૂટરાઇઝ્‌ડ સિસ્ટમને લાગુ કરવાની જરૂર હતી. આ ફેરફારમાં ૧૯ કાયદા સામેલ હતા, જે નાના અને લઘુ ઉદ્યોગો માટે સૌથી વધુ ફાયદારૂપ છે. આ ઉપરાંત રોકાણ અને વેપારની ઝડપને વધારવામાં મદદ મળી છે. ૨૦ રાજ્યોએ આ સુધાર પ્રક્રિયાને પૂરી કરી દીધી છે.

મોદીએ લખ્યું કે, આ ત્રીજા પરિવર્તન હેઠળ શહેરી ગરીબ, મધ્યમ વર્ગના પરિવારોને સારી સેવાઓ આપવાનું આયોજન હતું. તેમણે જણાવ્યું કે આ પરિવર્તન શહેરી વિસ્તારોમાં રહેનારા ગરીબો માટે સૌથી ફાયદારૂપ સાબિત થયું. સાથોસાથ વિલંબથી ચૂકવણી કરવાનો સામનો કરનારા નગરપાલિકા કર્મચારીઓને પણ મદદ મળી. આ સુધારાઓને પૂરા કરનારા ૧૧ રાજ્યોને ૧૫,૯૫૭ કરોડ રૂપિયાની વધારાની લોનની મંજૂરી આપવામાં આવી.

વડાપ્રધાને બ્લોગમાં લખ્યું કે, આ ચોથા અને અંતિમ સુધારથી જીડીપીનો ૦.૧૫ ટકા હિસ્સો જાેડાયેલો છે. નાણાકીય અને ટેકનીકલ નુકસાનને ઓછું કરવા ઉપરાંત તેના માધ્યમથી વિતરણ કંપનીઓની આર્થિક સ્થિતિ સારી થઈ. જળ અને ઉર્જા સંરક્ષણ સારું થયું અને સાથોસાથ સેવામાં પણ સુધાર થયો છે. તેમણે જાણકારી આપી કે કુલ ૨૩ રાજ્યોને ૧.૦૬ લાખ કરોડ રૂપિયાનો વધારાનો ટેક્સ મળ્યો.વડાપ્રધાન મોદીએ લખ્યું કે, ભારતે પહેલા આવું મોડલ જાેયું હતું જેમાં સુધાર ચૂપચાપ કે મજબુરીમાં કરવામાં આવતા હતા. હવે સુધારોનું નવું મોડલ છે. વિશ્વાસ અને પ્રોત્સાહનના માધ્યમથી સુધારનું મોડલ. વડાપ્રધાને લખ્યું, ‘અમે ૧૩૦ કરોડ ભારતીયોના વિકાસ માટે મળીને કામ કરતા રહીશું.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.