Western Times News

Gujarati News

આંદોલન કરી રહેલ કિસાનો અફગાનિસ્તાનથી આવ્યા નથી : ટિકૈત

નવીદિલ્હી: કિસાન આંદોલનનું નેતૃત્વ કરનારા નેતાઓમાંથી એક રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે ટિકૈતે કેન્દ્ર સરકાર પર કિસાનો સાથે વાતચીત ન કરવાનો આરોપ લગાવ્યો છે.તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કિસાનોની ઉપેક્ષા કરી રહી છે.આ ટ્રેકટર આ દેશના છે અફગાનિસ્તાનથી આવ્યા નથી અમે ગત સાત મહીનાથી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યાં છીએ શું સરકારને એટલી શરમ નથી કે તે સાંભળે કે કિસાનો શું કહી રહ્યાં છે લોકતંત્ર આ રીતે કામ કરતું નથી

રાકેશ ટિકૈતે સોશલ મીડિયા દ્વારા સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ૪ લાખ ટ્રેકટર પણ આજના જ છે અને ૨૫ લાખ કિસાન પણ અહીંના છે. પોતાના ટ્‌વીટની સાથે ટિકૈતે બિલ વાપસી જ ઘર વારસી હૈશટેગનો ઉપયોગ કર્યો હતો તેમણે કહ્યું કે ટ્રેકટર પણ અહીંના છે ૨૫ લાખ કિસાન પણ અહી જ છે અને ૩૬ તારીખ પણ ગર મહીને આવે છે આ સરકાર યાદ રાખી લે

એ યાદ રહે કે તાજેતરમાં કોલકતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ટિકૈતે મુલાકાત કરી હતી અને કિસાનોથી જાેડાયેલ મામલા પર ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ આ બેઠકમાં કિસાન નેતાઓને નવા કૃષિ કાનુનની વિરૂધ્ધ આંદોલનને સમર્થન કરવાનું આશ્વાસન આપ્યું છે આ સાથે તેમણે કહ્યું કે રાજયોને નિશાન બનાવવા (બુલડોજિંગ) સંઘીય માળખા માટે સારી વાત નથી

એ યાદ રહે કે બંગાળ વિધાનસભા ચુંટણી દરમિયાન કિસાનોએ મમતા બેનર્જીને સમર્થન આપ્યું હતું અને ભાજપ તથા કેન્દ્ર સરકારની વિરૂધ્ધ પ્રચાર કર્યો હતો અને કિસાનોને અપીલ કર હતી કે તેઓ ભાજપને સમર્થન આપે નહીં અને તેમની વિરૂધ્ધ મતદાન કરે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.