Western Times News

Gujarati News

મહેસાણામાં ઇન સર્વિસ તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા

મહેસાણા: મહેસાણા જિલ્લામાં આજથી ઇન સર્વિસ તબીબો હડતાળમાં જાેડાયા છે. પોતાના પડતર પ્રશ્નોને લઈ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર તબીબો ઉતર્યા છે. પડતર પ્રશ્નો અને માંગણીઓ સાથે સિવિલ સહિત પીએચસી કેન્દ્રના તબીબો પણ જાેડાયા છે.

૧૪ જેટલા પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે થયેલા ર્નિણયો બાદ હજુ સુધી કોઈ પણ જાતના અદેશોનું પાલન ના થતા ઇન સર્વિસ તબીબોએ આજથી નવો જીઆર ના થાય ત્યાં સુધી કામગીરી બંધ કરી અચોક્કસ મુદ્દતની હડતાળમાં તબીબો જાેડાયા છે. આજે મહેસાણા સિવિલ ખાતે ઇન સર્વિસ તબીબો હડતાળમાં જાેડાયા હતા. જેમાં પડતર પ્રશ્નોના ઉકેલ માટે તબીબો માંગ કરી રહ્યાં છે.

જેમા એનપીએ પગાર ગણી તમામ લાભો એનપીએ પર આપવા, સાતમા પગાર પાંચમા મેટ્રિક લેવલ ૧૦ મુજબ આપવું, વર્ગ ૧ ના અધિકારીઓ સેવા સંલગ્નના આદેશો કરવા, તબીબો અધિકારીઓ ના સેવા સલગ્ન આદેશો તત્વરીત કરવા, તેમજ કોરોના મહામારીમાં સ્ટ્રેટમાં ફરજ બજાવતા તબીબો વિરુદ્ધ ફરિયાદોમાં તત્વરીત પગલાં લેવાનું બંધ કરવા તબીબો માંગ કરી રહ્યાં છે. જેમાં જિલ્લાના ઇન સર્વિસ તબીબો પોતાની ૧૪ જેટલી માંગણીઓ સાથે આજથી અચોક્કસ મુદ્દત ની હડતાળમાં જાેડાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.