Western Times News

Gujarati News

સૈજપુર: લફરાબાજ પતિ-પરિવારના સભ્યો દ્વારા પત્ની પર ત્રાસ

પ્રતિકાત્મક

અમદાવાદના સૈજપુર વિસ્તારની ઘટના-યુવતીએ પતિના પ્રેમપત્રો સાસુને દેખાડ્યા તો લાજવાની જગ્યાએ સાસુ ગાજતા કહ્યું પુરુષોને તો આવા શોખ હોય

અમદાવાદ, છેલ્લા કેટલાક સમયથી લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે અણબનાવ, ઘરમાંથી જ કોઈ અન્ય પુરુષ સભ્ય દ્વારા પરિણીતાની છેડતી અને પતિના અફેર જેવી ઘટાનાઓની ફરિયાદ સતત વધી રહી છે. સમાજમાં આવી રહેલા આધુનિક્તાના ચોલા હેઠળ આ બુરાઈઓ પગ પેશારો કરી રહી છે.

આવો જ એક કિસ્સો અમદવાદના સૈજપુર વિસ્તારમાં રહેતી મહિલા સાથે બન્યો છે. જેમાં લગ્નની પ્રથમ રાત્રિએ જેનો રોમાંચ અને સપનું દરેક સ્ત્રી પુરુષ માટે ખૂબ જ મહત્વનું હોય છે. આવી મધુરજનીની રાતે જ પતિએ કહ્યુ હતુ કે, મારે અન્ય મહિલા સાથે પ્રેમસબંધ છે તેની સાથે લગ્ન કરવાના હતા પરંતુ મારે ઘરના સભ્યોના દબાણથી લગ્ન કરવા પડયા છે. વાત હદથી વધી ત્યારે તેણે સાસરીયાને જાણ કરતા તેમણે પણ પતિનો પક્ષ લઈ મહિલાને ઓછુ દહેજ લાવી હોવાના મહેણાટોણાં મારી પરેશાન કરી હતી.

દરમિયાન મહિલાને ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકતા અંતે મહિલાએ પતિ અને સાસરીયા મળી કુલ છ વ્યક્તિઓ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ફરિયાદ મુજબ સૈજપુરમાં રહેતી ૨૮ વર્ષીય યુવતીના લગ્ન દહેગામ નજીક આવેલા એક ગામમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નની પ્રથમ રાતે જયારે પતિ રૂમમાં આવ્યો ત્યારે યુવતીને તેના પતિએ કહ્યુ હતુ કે તેને અન્ય મહિલા સાથે પ્રેમસબંધ છે તેની સાથે જ લગ્ન કરવા હતા પરંતુ મારા ઘરના સભ્યોના દબાણથી તારી સાથે લગ્ન કર્યા છે.

જાે કે મહિલાનો પતિ તેની સાથે જરૂરિયાત પૂરતો જ સબંધ રાખતો હતો. તેવામાં લગ્નના એક વર્ષ પછી યુવતી તિજાેરી સાફ કરી રહી હતી ત્યારે તેને પતિના અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબધ હોવાના ફોટા તથા પ્રેમપત્રો મળ્યા હતા આ સમયે તેણે તેના સાસુસસરા જેઠ વગેરેને વાત કરી પતિને સમજાવવાનુ કહેતા તેની સાસુએ ફોટા ફાડી નાંખવાનુ કહ્યુ હતુ અને કહ્યુ હતુ કે પુરુષોને આવા શોખ હોય આમ કહીને પોતાના દીકરાનો પક્ષ લીધો હતો.

પતિના અન્ય મહિલા સાથેના સંબધો અંગે સાસરિયાએ યુવતીને સાથ ન આપીને તેના પતિનો જ પક્ષ લીધો હતો. દરમિયાન યુવતીની વિરુદ્ધ તેના પતિને ઉશ્કેરતા હતા અને દહેજ ઓછું લાવી છે તેમ કહીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા. યુવતીએ આરોપ મુક્યો કે તેનો પતિ અન્ય મહિલા સાથે ફોન પર મોડીરાત સુધી વાતો કરતો હતો જે બાબત સાસરીયાને જાણ કરતા તેઓ યુવતી પર ઉશ્કેરાયા હતા અને તેના પતિને કાનભંભેરણી કરતા તેને મારઝુડ કરાવતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.