Western Times News

Gujarati News

મહારાષ્ટ્ર ઓબીસી અનામતના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા ફડણવીસને પોલિસ કસ્ટડીમાં લીધા

નાગપુર: મહારાષ્ટ્રમાં સ્થાનિક નગર નિગમની ચૂંટણીમાં ઓબીસી અનામત રદ કરવાના વિરોધમાં ભાજપે શનિવારે ચક્કાજામ આંદોલન કર્યુ. આ વિરોધ પ્રદર્શનનુ એલાન શુક્રવારે મુંબઈમાં યોજાયેલી ભાજપ કાર્યકારિણીની બેઠકમાં કરવામાં આવ્યુ હતુ. વળી, આજે મહારાષ્ટ્રના મુંબઈના મુલુંડ વિસ્તારમાં ઓબીસી અનામતના સમર્થનમાં ભાજપ કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શન દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને એલઓપી દેવેન્દ્ર ફડણવીસને પોલિસે કસ્ટડીમાં લીધા. આ ઉપરાંત ઓબીસી અનામતના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓને પોલિસે કસ્ટડીમાં લીધા.

આ આંદોલનમાં સેંકડોની સંખ્યામાં ભાજપના મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ આક્રમણના અંદાજાેમાં જાેવા મળ્યા. તમને જણાવી દઈએ કે શુક્રવારે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ હતુ કે જાે પ્રસ્તાવિત પાંચ જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી આગળ માટે સ્થગિત કરવામાં ન આવી તો ભાજપ દરેક સીટ પર માત્ર ઓબીસીનો ચહેરો જ ચૂંટણીમાં ઉતારશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ૨૦૨૧ માર્ચમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ ઓબીસી માટે અનામત પર ધ્યાન આપવાનો આદેશ જાહેર કર્યો હતો. મહારાષ્ટ્રમાં સ્થાનિક નગર નિગમની ચૂંટણીમાં અનામત કુલ સીટોના ૫૦ ટકાથી વધુ ન હોઈ શકે.

વળી, મહારાષ્ટ્રની મહાઅઘાડી સરકાર સુપ્રીમ કોર્ટમાં અનામત માટે મજબૂત તર્ક આપી શકી નહિ જેના કારણે ઓબીસી માટે રાજકીય અનામતને રદ કરવામાં આવ્યુ. ભાજપ નેતા અને પૂર્વ સીએમ ફડણવીસે રાજ્ય સરકારને એક પછાત વર્ગ પંચની રચના કરવાની માંગ કરી અને ઓબીસી અનામત માટે ડેટા જમા કરાવાની સલાહ આપી છે. ફડણવીસે ઉદ્ધવ સરકારને એ પણ પ્રપોઝલ આપી કે તે આના માટે મદદ માટે તૈયાર છે. પૂર્વ સીએમે કહ્યુ કે આ સરકારની ઓબીસીને અનામત આપવાની કોઈ ઈચ્છા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.