Western Times News

Gujarati News

અમદાવાદમાં મિત્રએ જ મિત્રને ડ્રગ્સનાં રવાડે ચઢાવ્યો

Files Photo

અમદાવાદ: કહેવાય છે કે જેવી સોબત એવી અસર. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે હિન્દી ફિલ્મ સંજુમાં બતાવેલી કહાની જેવો છે. ફિલ્મ સંજુમાં હીરો રણવીર કપૂરને તેનો એક મિત્ર ડ્રગ્સના રવાડે ચઢાવે છે. તે પાવડર ફોર્મમાં ડ્રગ લાવી રણવીર કપૂરને તેનો આદી બનાવે છે પણ પોતે પાવડર ફોર્મનું ડ્રગ પીતો હોવાનું નાટક કરી માત્ર રણવીર ને મિત્રતામાં જ ડ્રગ્સ ના રવાડે ચઢાવતો હોવાની કહાની બતાવવામાં આવી છે. આવી જ એક ઘટના શહેરના રામોલ પોલીસના ચોપડે નોંધાઈ છે. એક મિત્ર નશાની ટેવ ધરાવતો હોવાથી તેણે તેના મિત્રને પણ આ અલગ અલગ નશા કરાવી ટેવનો બંધાણી બનાવી દીધો હતો. બાદમાં યુવક જ્યારે નશાની લતે ચઢી ગયો ત્યારે તે નશો કર્યા વગર રહી શકતો ન હતો.

તે જ વાતનો ફાયદો ઉઠાવી આ શખશે તેના મિત્રને બ્લેકમેલ કરી લાખો રૂપિયા અને વાહન પડાવી લીધું હતું. આખરે કંટાળીને પાયમાલ થઈ ગયેલા યુવકે પોલીસનો સહારો લેવાનું નક્કી કરી મિત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સમાજમાં દાખલો બેસાડવા આ અંગેની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઓઢવમાં રહેતો ૩૭ વર્ષીય યુવક સિંગરવા ખાતે સુથારી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજથી દોઢેક વર્ષ પહેલા આ યુવક રામોલ જનતા નગર ખાતે રહેતા એક વ્યક્તિ પાસે ગયો હતો. આ વ્યક્તિ જમીન દલાલીનું કામ કરતો હોવાથી તે પ્રકારનું કામ કરાવવા માટે આ યુવક તેમની પાસે ગયો હતો.

અવારનવાર આ વ્યક્તિની પાસે જમીનના કામ માટે યુવકને મળવાનું થતાં તે વ્યક્તિના ત્યાં અવરજવર કરતો જાકીર હુસૈન ઉર્ફે જીંગો સાથે આ યુવક પરિચયમાં આવતો હતો. યુવક અને જાકીર હુસેન બંને અવારનવાર એકબીજા સાથે મુલાકાત કરતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જાકીર નામનો આ વ્યક્તિ અલગ અલગ નશા કરવાની ટેવ ધરાવતો હતો. જ્યારે જ્યારે યુવક તેને મળતો હતો ત્યારે તે અલગ અલગ નશા કરેલી હાલતમાં હોવાનું આ યુવકને જણાતું હતું. બાદમાં જાકીરએ પણ આ યુવકને નશાની ટેવ પાડી હતી. આ યુવક પણ તેના મિત્રની ખરાબ સોબતમાં આવી ગયો હતો અને અલગ અલગ નશા કરવાની આદતથી બંધાઈ ગયો હતો. થોડા સમય બાદ જાકીર આ યુવક પાસે નશો કરતી વખતે પૈસા માગતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.