Western Times News

Gujarati News

હાફિઝના ઘરની બહારના હુમલા સાથે જમ્મુની લિંક હોવાની શંકા

Files Photo

નવી દિલ્હી: શું જમ્મુ-કાશ્મીરમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર ડ્રોનથી હુમલા પાછળ પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ છે? જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ આ એંગલ પર તપાસ કરી રહી છે. આ ઘટના સમયે લશ્કર સાથે જાેડાયેલા સ્થાનિક આંતકી સંગઠન ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટના એક આંતકીની જમ્મુથી આઈઈડી સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકી મંદિરો સહિત ભીડવાળા હિન્દુ વિસ્તારોમાં વિસ્ફોટ કરવાના હતા. ટીઆરએફ સિવાય લશ્કરના પણ બે આતંકી પોલીસના હાથમાં આવ્યા છે.

જેમાં કમાન્ડર નદીમ અબરામને શ્રીનગરથી જ્યારે બીજાને શોપિયાથી ઝડપી લેવામાં આવ્યો છે. જાેકે, અબરામનું તપાસ દરમિયાન આતંકીઓના ગોળીબારીમાં મોત થયું હતું. સૂત્રો જણાવે છે કે શોપિયાથી ઝડપાયેલા આ આતંકીની તપાસ કરવામાં આવી રહી છે કે જમ્મુ એરપોર્ટના ટેક્નિકલ એરિયામાં રવિવારે ડ્રોનથી થયેલા હુમલા પાછળ લશ્કરનો જ હાથ છે? જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાદ સિંહે જણાવ્યું કે, તપાસ હજુ શરુઆતના તબક્કામાં છે, લાગે છે કે લશ્કરે હાલમાં જ મોટાભાગના ડ્રોન તૈનાત કર્યા હશે,

જેનો ઉપયોગ ભારે પ્રમાણમાં હથિયારો અને દારુ-ગોળો વગેરે લાવવામાં ઉપયોગ કરાયો હશે. જૈશની એક જૂના મામલામાં સંડોવણી હતી, પરંતુ લશ્કરે હથિયાર લાવવામાં ડ્રોનના ઉપયોગને લોકપ્રિય બનાવ્યું.એવામાં આશંકા ફગાવી ના શકાય કે લશ્કર-એ-તૈયબા પેલોડ્‌સ સાથે ડ્રોન લોન્ચ કરી રહ્યા છે. જાેકે, આ અંગે તેમણે વિસ્તારથી વાત નથી કરી, પરંતુ માનવામાં આવે છે કે લશ્કર પાકિસ્તાનના લાહોર સ્થિત હાફિઝ સઈદના ઘર બહાર થયેલા બોમ્બ વિસ્ફોટથી હાંફળુંફાંફળું બન્યું છે.

શક્ય છે કે લશ્કરે પોતાની નવી ક્ષમતાઓ દર્શાવવા માટે જમ્મુ એરબેઝ પર ડ્રોન અટેક કર્યો છે. બુધવારે લાહોરના જૌહર ટાઉનમાં હાફિઝના ઘર બહાર થયેલા હુમલામાં ત્રણના મોત થઈ ગયા હતા, જ્યારે ૨૧ લોકો ઘાયલ થયા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નેશનલ સિક્યોરિટી ગાર્ડને જમ્મુ એરપોર્ટ પર પોતાના એન્ટી ડ્રોન સર્વિલન્સ સિસ્ટમ લગાવવાનો નિર્દેશ કર્યો છે. જાેકે, એક અધિકારીએ કહ્યું છે કે આનું કારણ આ સિસ્ટમની ક્ષમતાને ચકાસવાનું છે. જાે આ ફૂલ પ્રુફ સાબિત થયું તો તેને રણનીતિક રૂપે સંવેદનશીલ પ્રતિષ્ઠાનો પર લગાવવામાં આવશે. એક સૂત્રએ કહ્યું કે ડ્રોન હુમલાના ખતરાનો અંદાજ લાંબા સમયથી હતો, માટે એનટીઆરઓ, એનએસજી વગેરે
(અનુસંધાન નીચેના પાને)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.