Western Times News

Gujarati News

પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર ૩૫ પૈસાનો તીવ્ર વધારો થયો

Files Photo

નવીદિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જાેકે ગઈકાલે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ, આજે ફરી એક વખત પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર ૩૫ પૈસાનો તીવ્ર વધારો થયો હતો, જ્યારે ડીઝલમાં પણ ૨૮ પૈસાનો વધારો થયો છે.

જણાવી દઇએ કે, બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ નરમ પડ્યું છે. મંગળવારે દિલ્હી માર્કેટમાં ઈન્ડિયન ઓઇલ (આઈઓસી) પંપ પર પેટ્રોલની કિંમત પ્રતિ લિટર ૯૮.૮૧ રૂપિયા થઈ ગઈ છે. અહીં ડીઝલ પણ વધીને ૮૯.૧૮ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. ભોપાલમાં આજે સામાન્ય માણસને પેટ્રોલ ૧૦૭.૦૭ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. વળી આજે એક્સટ્રા પ્રિમિયમ પેટ્રોલ (એક્સપી) ની કિંમત ૧૧૦.૬૧ રૂપિયા થઇ ગઇ છે. નોંધપાત્ર વાત એ છે

૫ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો આવ્યા પછી, ૪ મેથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો ૩૨ મી વખત વધ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં પણ વધારો થયો છે, ક્રૂડની કિંમત પ્રતિ બેરલ ૭૬.૩૯ ડોલર થઈ ગઈ છે, જેવા કારણોસર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.

હવે જનમુખે ચર્ચાઇ રહ્યુ છે કે, જ્યારે કોઈ મહત્વપૂર્ણ ચૂંટણી હોય છે ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થતો નથી. ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયાને કારણે માર્ચ અને એપ્રિલ મહિનામાં પેટ્રોલની કિંમતોમાં કોઈ વધારો થયો નહતો. તેથી, તે દરમ્યાન ક્રૂડ ઓઈલ મોંઘું થયા પછી પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો નહતો. પરંતુ, ૪ મેથી તેના ભાવમાં ઘણો વધારો થયો છે. ક્યારેક સતત તો ક્યારેક રોકાઇ રોકાઇને, ૩૩ દિવસોમાં જ પેટ્રોલ ૮.૪૯ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઇ ગયુ છે.

૧૩૫ જિલ્લાઓમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર કરી ગઈ છે. મહત્વનું છે કે, ૪ મેથી પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર રૂ. ૦૮.૩૫ અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટર રૂ. ૦૮.૪૧ નો વધારો થયો છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે ભાવ ૧૦૫.૫૪ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોની સંસ્થા ઓપેક દેશોની બેઠક થોડા દિવસોમાં યોજાવાની છે.

તે પહેલા ગઈકાલે ક્રૂડ ઓઇલ માર્કેટમાં તીવ્ર ઘટાડો જાેવા મળ્યો હતો. સોમવારે ક્રૂડ ઓઇલ લગભગ ૧.૫ ટકા નબળું પડી. ગઈકાલે યુએસ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ બેરલ દીઠ ૦૧.૭૯ ડોલર ઘટીને ૭૪.૫૮ ડોલર પ્રતિ રલ રહ્યુ હતુ. વળી યુ.એસ. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ અથવા ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પણ બેરલ દીઠ ૦૧.૪૪ ડોલર ઘટીને ૭૨.૭૭ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.