Western Times News

Gujarati News

દેશની અર્થવ્યવસ્થા તાકિદેે ગતિ પકડી લેશે : નાણાં મંત્રાલયના સલાહકાર

નવીદિલ્હી: દેશની અર્થવ્યવસ્થા તાકિદે ગતિ પકડી લેશે આ કોઇ પડકાર નથી ત્રણ ચાર મહીનામાં અર્થવ્યવસ્થામાં સુધાર સ્પષ્ટ નજરે પડવા લાગશે જાે કે સરકાર માટે મોંધવારી જરૂર એક સમસ્યા છે. નાણાં મંત્રાલયના મુખ્ય સલાહકારએ આ વાત કહી છે.તેમણે કહ્યું કે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમીનો લશ્ર્‌ય ફકત એક સુત્ર નથી તે હાંસલ થશે કોરોનાથી એટલો ફર્ક જરૂર પડશે કે પહેલાથી નક્કી સમયથી એક દોઢ મહીનો વધુ લાગી શકે છે. તેમણે અર્થવ્યવસ્થા અને સુધારને લઇ સરકારના પ્રયાસો પર પોતાનો મત રાખ્યો હતો.

પત્રકારો સાથે વાતચીત કરતા પેટ્રોલ ડીઝલની મોંધવારી પર તેમણે કહ્યું કે સરકારને મહેસુલની જરૂરત છે વેકસીનેશન પર ખર્ચ પણ કરવાનો છે અને દેશમાં બળતણથી કીમતો વધે છે આ બંન્ને વસ્તુઓની સરખામણી કરવી સરળ નથી તેમણે કહ્યું કે જીએસટી સરકાર ચલાવતી નથી આ જીએસટી કાઉસિલના નિયંત્રણમાં છે પરંતુ એટલું સ્પષ્ટ છે કે પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની હાલ કોઇ ચર્ચા નથી પહેલા જીએસટીનો પોર્ટલ ઠપ્પ થયું હતું હવે આવકવેરાનું નવું પોર્ટલ ઠપ્પ છે તેના પર તેમણે કહ્યું કે ઘસાયેલ પિટાયેલ જુના ટેકસ સિસ્ટમને સુધારવાની જરૂર હતી પહેલા ટેકસ સિસ્ટમાં હજારો સમસ્યાઓ હતી હવે ફકત વેબસાઇટ એક માત્ર સમસ્યા છે ટેકસ પ્રણાલીમાં સુધારની જરૂરત હતી ડિઝીટલાઇઝેન કરવું જરૂરી હતી કોઇ પણ વ્યપારીથી પુછી લો કહેશે કે જીએસટી જુની પ્રણાલીથી સારી છે

હવે આપણે પ્રત્યક્ષ કરમાં ડિઝિટલાઇજેશન કર્યું છે. વેબસાઇટને લઇ જે સમસ્યા આવી છે તેને લઇ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પણ ટ્‌વીટ કર્યું હતું ઇફોસિસને બોલાવાયા છે તેને યોગ્ય કરવા માટે કહેવામાં આવ્યું છે તાકિદે જ સિસ્ટમની પરેશાની દુર થઇ જશે જુની સિસ્ટમને બદલીશું તો થોડીક પરેશાની તો આવશે જ રાજયોને જીએસટીનો તેમનો હિસ્સો સમય પર આપવામાં આવી રહ્યો છે

તેમણે કહ્યું કે પેટ્રોલ ડીઝલ હાલ ચર્ચાનો વિષય નથી કોઇ પરિવર્તન આવી રહ્યું નથી લોકડાઉન ખુલતા જ વેકસીનેશન પર ખર્ચ પણ છે તેને પહોંચી વળવું પડશે એક વધુ ટેકસ કલેકશનની જરૂરત છે આ બંન્નેની સરખામણી સરળ વસ્તુ નથી જાે ઇકોનોમી ચાલશે મહેસુલ આવવા લાગશે ત્યારબાદ જરૂરી પગલા ઉઠાવી શકાય છે દેશમાં પેટ્રોલ ડીઝલના સંબંધમાં કીમતો પર પડે છે અર્થવ્યવસ્થા એકવાર ગતિ પકડી લેશે તો મોંધવારીને લઇને પણ પગલા ઉઠાવવામાં આવશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.