Western Times News

Gujarati News

મિશન ૨૦૨૨ : સપા ચાર સુત્રો સંપર્ક,સંવાદ સહયોગ અને સહાયતા પર ફોકસ કરશે

લખનૌ: નઇ હવા હૈ..નઇ સપા હૈ..ના સુત્રની સાથે હવે સમાજવાદી પાર્ટી પોતાની તસવીર બદલવાના પ્રયાલમાં લાગી ગઇ છે.આ રીતે પાર્ટી એ સંદેશ આપવા ઇચ્છે છે કે કોરોનાનો સામનો કરવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પુરી રીતે નિષ્ફળ ગઇ છે જયારે સપા સમાજ સેવા માટે સમર્પિત છે. પાર્ટીએ આપદાને અવસરમાં બદલી મિશન ૨૦૨૨ની તૈયારીઓ પણ શરૂ કરી દીઘી છે.સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સમાજ સેવામાં પુરી રીતે સક્રિય થવાની સાથે ચાર સુત્ર સંપર્ક સંવાદ સહયોગ અને સહાયતા પર ચાલવા માટે કહ્યું છે.

હવે એ લગભગ સ્પષ્ટ થઇ ગયું છે કે ઉત્તરપ્રદેશમાં વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચુંટણીમાં કોરોના એક મોટો મુદ્દો રહેશે આજ દ્‌ષ્ટિકોણથી સપા વિધાનસભા ચુંટણીની પણ તૈયારીઓ કરશે સપા સામાન્ય જનતાની વચ્ચે જઇ તેમની પરેશાનીઓને દુર કરવાનો પ્રયાસ કરશે સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાના નેતાઓ અને કાર્યકરોને કહ્યું છે કે તે સામાન્ય લોકોની હર સંભવ મદદ કરે ગરીબોને મફત ભોજન આપવા માટે ઠેર ઠેર સમાજવાદી રસોઇ ચલાવે અખિલેશે જરૂરીયાતમંદોને રાશન વિતરણ કરવા માટે પણ કહ્યું છે. તેમણે જનતાનો સીધો સંવાદ અને સંપર્ક બનાવી સહયોગ અને સહાયતા કરવા માટે કહ્યું છે.

અખિલેશ એ ઇચ્છે છે કે સામાન્ય નાગરિકોની વચ્ચે સપાની નવી તસવીર રજુ થાય આ સાથે જ કોરોના સંક્રમણની બીજી લહેરમાં સારવાર ન મળવાને કારણે સામાન્ય નાગરિકોને પરેશાનીઓ થઇ તેની યાદ લોકોના મનમાં તાજી રાખવામાં આવે સપાએ સંદેશ આપવા ઇચ્છે છે કે કોરોના સંક્રમણનો સામનો કરવામાં સરકાર દરેક મોરચા પર નિષ્ફળ રહી છે.

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ સરકારમાં સબકા સાથ સબકા વિકાસનું સુત્ર ખુબ ચર્ચામાં રહ્યું પરંતુ હકીકતમાં ફકત મુડીપતિઓનો જ વિકાસ થયો છ.સામાન્ય જનતાની તકલીફોને ઓછી કરવાની જગ્યાએ તે તેમાં વધારો કરવાનું કાવતરૂ કરે છે કૃષિ અર્થવ્યવસ્થાને બરબાદ કર્યા બાદ હવે તે ઘરેલુ અર્થવ્યવસ્થાને પણ ચોપટ કરવામાં લાગ્યા છે. મોંધવારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે પેટ્રોલ ડીઝલના ભાવોમાં આટલો વધારો કયારેય થયો નથી આરટીઆઇથી મળેલી માહિતી અનુસાર પેટ્રોલિયમ ઉત્પાદનોથી ભારત સરકારને ૪.૫૧ લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.