Western Times News

Gujarati News

ઘુમામાં રૂા.૮૬ કરોડના ખર્ચથી તૈયાર થનાર ર૪ X ૭ પાણી યોજનાનું ખાતમુર્હુત અમિત શાહ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રૂા.૧પ૦ કરોડના કામોનું ખાતમુર્હુત- લોકાર્પણ કરશે તેમજ સીટી સીવીક સેન્ટર, વો.ડી સ્ટેશન, કોમ્યુનીટી હોલનું લોકાર્પણ કરશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદમાં આગામી અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે તેવી શક્યતા જાેવામાં આવી રહી છે શહેરમાં ૧ર જુલાઈએ રથયાત્રા નીકળશે તો દર વર્ષની માફક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ અગાઉ તેમના ઘરે આવી શકે છે. મ્યુનિ. શાસક પક્ષ આ તકનો પુરેપુરો લાભ લેવા આતુર છે તેમજ જાે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે તો તેમના હસ્તે રૂા.૧પ૦ કરોડના કામોનું ખાતમુહર્ત અને લોકાર્ણ કરવામાં આવશે. જેમાં ઘુમા વિસ્તારમાં રૂા.૮૬ કરોડના ખર્ચથી તૈયાર થનાર ર૪ટ૭ વોટર પ્રોજેકટ મુખ્ય રહેશે તદઉપરાંત ગાંધીનગર સંસદ વિસ્તારમાં પાણીની ઓવર ટાંકીઓ, સીવીક સેન્ટર, કોમ્યુનીટી હોલ સહિત કેટલાક કામોના લોકાર્પણ કરવામાં આવશે.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ તાજેતરમાં સમાવિષ્ટ ઘુમા વિસ્તારમાં પાણીના નવા નેટવર્ક તેમજ અન્ય સુવિધાઓ માટે અંદાજે રૂા.૮૬ કરોડનો ખર્ચ કરવામાં આવશે તેના માટે થોડા સમય અગાઉ ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં ઘુમા વોટર પ્રોજેકટમાં સમગ્ર વિસ્તારમાં નવા પાણીના નવા નેટવર્ક નાંખવામાં આવશે તેમજ ૬ ઓવર હેડ ટાંકી અને ૧ અંડર ગ્રાઉન્ડ સંમ્પ પણ તૈયાર કરવામાં આવશે.

અંડરગ્રાઉન્ડ સંમ્પની કેપેસીટી ૧૦૭ લાખ લીટરની રહેશે તેમજ ઘુમામાં અંદાજે ૯પ કિ.મી.ના નવા પાણી નેટવર્ક નાંખવામાં આવશે. ઘુમાની પાણી યોજના જાેધપુર વોર્ડની ર૪ટ૭ યોજનાની ડીઝાઈન મુજબ તૈયાર કરવામાં આવશે. ઘુમામાં ર૪ કલાક પાણી આપવામાં આવશે જેના માટે ફલો મીટર પણ ઈન્સ્ટોલ કરવામાં આવશે જાેકે નાગરિકો પાસેથી પાણીનો ચાર્જ લેવામાં આવે તે અંગે કોઈ વિચારણા થઈ નથી. સદર યોજનાનું ખાતમુહુર્ત કેન્દ્રીય મંત્રી ૧૧ જુલાઈએ કરશે તદઉપરાંત બોપલ વિસ્તારમાં ઔડા દ્વારા સીવીક સેન્ટર અને લાયબ્રેરી તેમજ વેજલપુરમાં વોર્ડ ઓફિસ અને કોમ્યુનીટી હોલનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં બે વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન તૈયાર થઈ ગયા છે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રથયાત્રા અગાઉ અમદાવાદ આવશે તો તેમના હસ્તે બંને વોટર ડીસ્ટ્રીબ્યુશન સેન્ટરના લોકાર્પણ કરવામાં આવશે.

પશ્ચિમ ઝોનનાં સાબરમતી વોર્ડમાં આવેલ નાથાજી ભગાજીનો ટેકરો, રામદેવપુરા, ભુતબંગલા વિસ્તાર, સર્વોતમ સોસાયટી, જવાહરચોક વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં પુરતા પ્રેસરથી પાણી મળતું ન હોઈ તેમજ ગ્રીન બેલ્ટમાં નવા વિકાસ થતા વિસ્તારમાં પાણી વિતરણ કરવા માટે અર્હમ ફલેટની સામે આવેલ ટી.પી-ર૩, ફા.પ્લોટ નં.૯૦ર માં નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવેલ છે. જેમાં રૂા.ર૧.પ૪ કરોડના ખર્ચે ૧૧૦ લાખ લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભુગર્ભ ટાંકી તથા ર૦ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવવામાં આવેલ છે. સદર વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાથી આશરે ર.પ ચો.કી. વિસ્તારમાં આશરે ૭૦,૦૦૦ જેટલી વસ્તીને લાભ મળશે.

પશ્ચિમ ઝોનનાં નવા વાડજ વોર્ડ અખબારનગર સર્કલથી નિર્ણયનગર તરફ જતાં જમણી બાજુના વિસ્તારમાં તથા એએમટીએસ ડેપોની પાછળ આવેલ ગ્રીનબેલ્ટનાં વિસ્તારમાં નવા ડેવલોપમેન્ટ વિસ્તારમાં તેમજ ટી.પી-ર૮ ફા. પ્લોટ નં.૮ર૪ તથા ૯૦૬ માં નવા બનાવેલ ઈડબલ્યુએસ આવાસોમાં પાણીની જરૂરીયાતને ધ્યાને લઈ શ્રીનાથ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં નવી ઓવરહેડ ટાંકી તેમજ અન્ડરગ્રાઉન્ડ સમ્પ બનાવવામાં આવેલ છે.

જેમાં રૂા.૧ર.૦૪ કરોડના ખર્ચે ૩૬ લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ ટાંકી તથા રપ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવવામાં આવેલ છે સદર ભૂગર્ભ ટાંકી તથા ઓવરહે ટાંકી બનાવવાથી આશરે ૧.પ૦ ચો.કી.મી. વિસ્તારમાં આશરે ૪પ૦૦૦ જેટલી વસ્તીને લાભ મળશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.