Western Times News

Gujarati News

બાપુનગરમાં વ્યક્તિના ખાતામાંથી 1.5 લાખની રકમ બારોબાર ઉપડી ગઈ

પ્રતિકાત્મક

દિલ્હીની ગેંગે ઘટનાને અંજામ આપ્યાનું બહાર આવ્યો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, દેશમાં ડીજીટલાઈઝેશનની શરૂઆત બાદ એક તરફ નાગરીકોની સુવિધાઓમાં વધારો થયો છે. અને રોજબરોજની હાલાકીમાંથી છુટકારો થયો છે. બીજી તરફ સિક્કાની બીજી બાજુ માફક ટેકનોલોજીના ઉપયોગ સાથે જ લોકો સાથે છેતરપીંડીના બનાવો પણ સતત વધતા જઈ રહ્યા છે. એટીએમ દ્વારા ઓટીપી મેળવીને અથવા અન્ય રીતોથી નાગરીકોને ભોળવવામાં આવે છે. અને તેમનાં ખાતામાંથી બારોબાર રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. કેટલીક ટોળકીઓ દ્વારા નાગરીકો ખાસ કરીને મહિલાઓ તથા વૃધ્ધને ટાર્ગેટ કરવામાં આવે છે.

તેમને ફોન કરીને પોત બેંકના અધિકારી તરીકેની ઓળખ આપીને બેંકની માહિતી મેળવીને ઓનલાઈન ખરીદી કરતા હોય છે. આવી ટોળકીઓ ખાસ કરીને દિલ્હી તથા નોઈડા તરફ વધુ સક્રિય છે. અવારનવાર સાયબર ક્રાઈમ દ્વારા આવી ટોળકીનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે. તેમ છતાં નાગરીકો સાથે છેતરપીંડીના બનાવો ઘટતા નથી.  આવી જ વધે એક ઘટના બહાર આવી છે. જેમાં નોકરીયાત વર્ગના એક વ્યÂક્તને તેના ખાતામાંથી રૂ.ઉપાડવાના એક પછી એક મેસેજા આવવા લાગ્યા હતા. અને જાતજાતામાં કુલ રૂપિયા એક લાખ ચાલીસ હજાર તેના ખાતામાંથી ઉપડી જતાં પોતે ડઘાઈ ગયા હતા. અને તુરંત પોલીસને જાણ કરી હતી.

બાપુનગરમાં આવેલા ડી-માર્ટની સામે આવેલી રાજલક્ષ્મી સોસાયટી ખાતે રહેતા દર્શનભાઈ રણછોડભાઈ પટેલ (રપ) લીફટનું વાયરીંગ કામ કરવાનો વ્યવસાય કરે છે. તેમનું બચત ખાતું સ્ટેટ બેંકની બાપુનગર હીરાવાડી ખાતે પુષ્પક બિલ્ડીંગમાં આવેલું છે.

કેટલાંક સમય અગાઉ રાત્રે તે પોતાના ઘરે સુઈ ગયા હતા. એ સમયે એક વાગ્યાના સુમારે તેમના મોબાઈલ ફોન પર સતત મેસેજ આવતા તેમની આંખ ખુલી ગઈ હતી. અને મેસેજ તપાસતાં તેમના એસબીઆઈ ના ખાતામાંથી ચાલીસ હજાર, વીસ હજાર, બે હજાર એમ કટકે કટકે કુલ રૂ.એક લાખ ચાલીસ હજાર ઉપડી ગયાનો મેસેજ આવતાં તેમની ઉંઘ ઉડી ગઈ હતી. જેના પગલે તુરંત તેમણે બેંકનો સંપર્ક સાધ્યો હતો.

વહેલી સવારે સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી. શહેર સાયબર ક્રાઈમ આ ઘટનાની તપાસ ચલાવી રહી છે. દરમ્યાન દિલ્હીની ગઠીયા ટોળકીએ આ સમગ્ર કાંડને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યુ હતુ. જેથી સાયબર ક્રાઈમની ટીમો દિલ્હી તરફ રવાના થઈ હતી. દૃશનભાઈના ખાતામાંથી આશરે દોઢ લાખની રકમ ઉપડી જતાં અન્ય નાગરીકો પણ પોતાની સાથે આવી ઠગાઈ થયાનો ડર અનુભવી રહ્યા છે.  બીજી તરફ પોલીસ ઓનલાઈન, છેતરપીંડી આચરતી ગેંગને ઝડપી લેવા સક્રિય થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.