Western Times News

Gujarati News

પૈસા અને આધુનિકતાની દોડમાં માણસપણું ક્યાંક ખોવાઈ ગયું છે…

પ્રતિકાત્મક

પૌત્રની ચિત્રવાર્તાની પોથીમાં કે.જી.ની મેડમે, કટિંગ કરી,
સ્ટીકરની જેમ ચિપકાયેલો માણસ હસતો-રડતો
ક્યારે, ક્યાં છૂંઉઉઉ થઈ ગયો ? બેટા, પેલો માણસ !

દાદા, દાદા, એ તો છે ને કાગડાભાઈની વાર્તા પૂરી કરવા
હું રંગ પૂરતો’ તો માણસમાં ને અચાનક પવનથી ઉખડીને ઉડી ગયો તે
બાલવાડીમાં ઊડ્યો કે પછી – કચરા પેટીમાં !
– નરેન્દ્ર જાેષી

નરેન્દ્ર જાેષી મહીસાગર સાહિત્યસભાના સંયોજક છે, કવિ છે, કેળવણીકાર છે. તેઓ સારા વક્તા છે. સારુ એન્કરિંગ પણ કરે છે સાચા સાહિત્યપ્રેમી છે. તેમનો જન્મ ર.પ.૬૧ ના રોજ મુ.પો. બાકોર (મહીસાગર) જીલ્લામાં થયેલો. તેઓ ગાયત્રી વિદ્યાલયમાં આચાર્ય તરીકે સેવા આપી છે. સીધા સરળ અને લાગણીશીલ કવિ, પ્રકૃતિ તેમની કવિતામાં સહજે વણાઈ આવે છે કવિતામાં પણ તેઓ ભાવકોને સંવેદનાઓની સાથે સાથે શિખામણના સાચા શબ્દો નવી જ શીખ આપી જાય છે અને જીવનને જાેવાની નવી જ દૃષ્ટિ ખીલી ઊઠે છે.

આ તેમની ‘ચિત્રવાર્તા’ કવિતા છે. જે મને પસંદ આવી છે આપને પણ જરૂર ગમશે.

પરિસ્થિતિ પ્રમાણે નાચતો માણસ હવે જલદી જ સ્ટીકરમાં પરિવર્તીત થઈ જાય તો નવાઈ નહીં. જીવનની ભાગદોડમાં આપણે આપણને જ ભૂલી ગયા છીએ. પૌત્રની ચિત્રવાર્તામાં ચોંટાડેલો હસતો-રડતો માણસ જાેઈ મન ચકરાવે ચડે છે.
નાનપણમાં જે હસી ખુશીથી બચપણ વિતાવતા એ તો હવે યાદ બનીને મનમાં ઘૂંટાઈ રહયું છે.

માણસ ખોવાઈ ગયો છે પૈસા અને આધુનિકતાની દોડમાં માણસપણું ક્યાંક ખોવાઈ ગયું છે આજે આપણે મતલબ વગર કોઈને પાણી પણ નથી જ પીવડાવતા. એટલાબધા મતલબી બની ગયા છીએ કે જીવનના મૂલ્યો જ ખોઈ બેઠા છીએ વિસરી ગયા છીએ કે આપણું મૂળ લક્ષ્ય શું છે ??

ઈશ્વરે આપેલું આ અનમોલ જીવન આપણે એકબીજાની મદદ કરી આપણા સાચા લક્ષ્ય સુધી પહોંચવા સાકાર કરવાનું છે. આપણે તો એકબીજાના દુશ્મન જ બની ગયા ! એકબીજાને તકલીફ કેમ આપવી એ જ વિચારવા લાગ્યા. આને પાડીને એની પીઠમાં છરો કેમ ભોંકવો એ જ વિચારવા લાગ્યા.

માણસ માણસ જ ન બની શક્યો. આધુનિકતાની દોડમાં એ પોતે જ ખોવાઈ ગયો સમયની સાથે ઉડી ગયો. જીવનમાં પ્રેમ અને લાગણીથી સૌને તરબતર કરવા આવેલા અને પોતે જ નફરત બની ગયા.

સંસારમાં ખોવાઈ ગયા પછી કંઈ જ મળતું નથી. હવામાં વહી ગયા પછી કંઈ જ વળતું નથી. જીવનની આ હકીકત જાણ્યા પછી ચાલો જીવનને બદલીએ. હવા બનીને સમય સાથે ઉડી જઈએ એ પહેલાં જે જીવન જીવવા આવ્યા છીએ તેને સાર્થક કરીએ.

ઈશ્વરે આપણને આ અમૂલ્ય જીવન આપ્યું છે, કેમકે આપણે સૌ સાથે મળીને આ ભવસાગર પાર ઉતરીએ. ઈશ્વરની યાદથી આપણે આ કામ કરીએ. કોરોના મહામારીથી કંઈક તો શીખીએ જીવન આમ જ જતું રહેશે અને આપણે ખાલી હાથ આવ્યા હતા એમ જ ખાલી હાથ જતા રહીશું એના કરતા પ્રેમ અને લાગણી લઈ જઈએ…

ટૂંકુ ને ટચ જીવન પ્રેમ અને લાગણીથી જીવીએ નફરતને જીવનમાં પ્રવેશવા જ ન દઈએ. ઈશ્વરને યાદ કરી જીવનને પ્રેમમય બનાવીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.