Western Times News

Gujarati News

2.5 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આસોજ  પ્રાથમિક શાળાના અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત

હાલોલ: અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથ રથયાત્રાના પવિત્ર દિવસે વાઘોડિયા તાલુકાના  આસોજ ખાતે હાલોલ સ્થિત પ્રસિદ્ધ કેબલ વાયર બનાવતી  પોલિકેબ કંપનીના સામાજિક કાર્યો કરતા વિભાગ એવા   પોલિકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશનના સૌજન્યથી  અઢી કરોડ રૂ.માતબરના ખર્ચે નિર્માણ પામનાર આસોજ  પ્રાથમિક શાળાના અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ માનનીય રાજેન્દ્ર ભાઈ મનુભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી અશ્વિનભાઈ પટેલ,જિલ્લા બીજેપીના પ્રમુખ કલ્પેશ કાકા તથા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પટેલ તેમજ પોલિકેબ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મહાનુભવોની ઉપસ્થિતિમાં  કરવામાં આવ્યું હતું.

અષાઢી બીજના પાવન દિવસે કરાયેલ ખાતમુહૂર્ત  આસોજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અને  રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ રાજ્ય કક્ષાની એન.એમ.એમ.એસની  શિષ્યવૃત્તિની પરીક્ષા માં મેરીટમાં આવેલ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના વરદ્દ હસ્તે પૂંજારીની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પુંજા પાઠ  સાથે કરવામાં આવ્યું હતું આસોજ ખાતે આવેલ પ્રાથમિક  શાળા એક કૌશલ્ય શાળા  સ્કિલ બેસેડઝ એજ્યુકેશન  શાળા  તરીકે નિર્માણ થવા જઇ રહી છે જેમાં  આ શાળા ભવિષ્યમાં વિષયવાર લેબ-વર્ગખંડનું નિર્માણ કરાશે

જેમાં વિદ્યાર્થીઓ વર્ગખંડ બદલી જેતે વિષયના પિરિયડ બદલશે વિદ્યાર્થીઓ ભીંત પરથી દિમાગમાં  અને દિમાગમાંથી  ભણતરમાં  તે પ્રકારે જાપાનીઝ  એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે શિક્ષણ મેળવશે  માનવીના જીવનમાં કૌશલ્ય મહત્વનું છે એક નાનું અમથું કૌશલ્ય માણસને સમાજમાં પ્રકાશિત કરી સફળતા અપાવે છે. આ શાળાનો મુખ્ય હેતુ કૌશલ્ય વર્ધન કરવાનો રહેશે જેમાં વિદ્યાર્થીઓ પોતાની કૌશલ્ય શક્તિ વડે પોતાના શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ આ શાળામાંથી  ભણતરની નવી આધુનિક પદ્ધતિ સાથે કરી દેશ અને દુનિયામાં સફળતાનાં શિખરો પ્રાપ્ત કરશે.

આસોજ ખાતે પોલિકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામનાર અદ્યતન પ્રાથમિક શાળા ભવનના  ખાતમુહૂર્ત પ્રસંગે મહાનુભવો સહિત આજુબાજુની ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ આજુબાજુની પંચાયતના   સદસ્યો સહિત  જિલ્લા તાલુકા બીજેપીના હોદ્દેદારો  અને આસોજ ગામના અગ્રણીઓએ હાજરી આપી હતી જે બાદ ઉપસ્થિત મહાનુભવો સહિત પોલિકેબના અધિકારી કર્મચારીઓએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી વધુમાં વધુ વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરી પર્યાવરણને બચાવવા સંદેશ પાઠવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.