Western Times News

Gujarati News

LRDને પ્રમોશનનો લાભ ન મળતા ૫૦,૦૦૦ જવાનોમાં રોષ

(એજન્સી) ગાંધીનગર, ગુજરાતમાં લોકરક્ષક જવાનોને ઉચ્ચત્તર પગારધોરણમાં મોટો અન્યાય થઈ રહયો છે. આને કારણે રાજ્યના પ૦ હજારથી વધુ લોકરક્ષક જવાનોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.

ફિક્સ પગારના કર્મચારીઓને તેમની શરૂઆતની પાંચ વર્ષની નોકરી સળંગ ગણી ૧રમાં વર્ષ અને ર૪માં વર્ષે ઉચ્ચતર પગારધોરણ તથા બઢતીના લાભો આપવાનું નક્કી થયુ છે. નાણા વિભાગે તા.૧૮-૧-૧૭ના રોજ પરિપત્ર બહાર પાડેલો છે. અને નાણાંમંત્રી નીતિન પટેલે ફિક્સ પગારવાળી કેડરમાં આ લાભો આપવાની જાહેરાત પણ કરેલી છે. પરંતુ હવે લોકરક્ષક જવાનોની કેડરને આ લાભો આપવાની ના પાડી દેવાઈ છે. ફિક્સ પગારના કર્મચારીઓની -વિદ્યાસહાયક, લોકરક્ષક અને નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ-એમ ત્રણ કેડર પૈકી લોકરક્ષકની કડર સિવાયની બે કેડરમાં પાંચ વર્ષની નોકરી સળંગ ગણી લઈ ઉચ્ચત્તર પગાર-બઢતી આપવાનું નક્કી થયુ છે.

લોકરક્ષક-જવાનો માટે હજી વિચાર થયો નથી. ૩ હજાર લોકરક્ષકોની પ્રથમ ભરતીની પ્રક્રિયા ર૦૦૬-૦૭માં પૂર્ણ થઈ હતી. જેમને સળંગ્ નોકરીના ૧ર વર્ષ ર૦૧૮-૧૯માં પૂર્ણ થયા હોવા છતાં ઉચ્ચત્તર પગાર-ધોરણ-બઢતીના લાભ આપવાની ના પાડી દેવાઈ છે. યુનિયનના સુત્રો કહે છે કે લોકરક્ષકો-યુનિયનની લડતમાં જાડાયા ન હોઈ અને તેમના વિશે સરકારને રજુઆત કરનાર કોઈના હોઈ આ કેડરને મોટો અન્યાય થઈ રહ્યો છે.  ટોચના સુત્રો એવું કહે છે કે લોકરક્ષક દળના જવાનોને તેમની પ્રથમ પાંચ વર્ષની નોકરી સળંગ ગણી ૧રમાં અને ર૪માં વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાની માંગણી હજી સુધી સરકારને મળી ન હોઈ આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.