મહિલાઓને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનીંગ અને કીચન ગાર્ડનની તાલીમ અપાશે

મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાન હેઠળ ગુજરાત સરકારનો નવતર અભિગમ
અરજી માટે :https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ પર અરજી કરી શકાશે
ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ માટે બાગાયતી પાકોનું મુલ્યવર્ધન, કેનીંગ અને કીચન ગાર્ડન જેવા વિષયો પર તાલીમ આપવામાં આવે છે. જે અંતર્ગત મહિલા તાલીમાર્થીઓને વૃતિકા સ્ટાઈપેન્ડ આપવાની યોજના હાથ ધરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત બાગાયતી પાકોનું મુલ્યવર્ધન ,કેનીંગ અને કીચન ગાર્ડન વિશેના વિષયો પર મહિલાઓને તાલીમ આપવામાં આવશે.
આ યોજના હેઠળ અરજદારને બે અને પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ વર્ગમાં સંખ્યા ઓછામાં ઓછી ૨૦ અને વધુમાં વધુ 50 રહેશે. આ તાલીમ માટેનો સમય દરરોજના સાત કલાકનો રહેશે. આ માટે મહિલા તાલીમાર્થીઓને નિયમ મુજબ ૨૫૦ રૂપિયા પ્રતિદિન વૃતિકા ( સ્ટાઈપેન્ડ) રૂપે આપવામાં આવશે. યોજના હેઠળ ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓનો સમાવેશ થાય છે.
આ માટે અરજદારે :https://ikhedut.gujarat.gov.in/ અરજી કરવાની રહેશે. અરજી કરવાની સમયમર્યાદા 8/ 7/ 2021 થી 31/ 1/ 2022 સુધી રહેશે.વધુ માહિતી માટે મદદનીશ બાગાયત નિયામકશ્રીની(ફ. પ)ની કચેરી બેરેક નંબર 2 ,પોલિટેકનિક કમ્પાઉન્ડ ,આંબાવાડી અમદાવાદ-15 ફોન નં :- ૦૭૯૨૬૫૭૭૩૧૬ પર સંપર્ક કરવો.
ઉલ્લેખનીય છે કે મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાનના ભાગરૂપે મહિલાઓને કુશળ માનવબળ તરીકે તૈયાર કરવાનો આ યોજનાનો ઉદેશ છે.