Western Times News

Gujarati News

ભારત-પાક.સરહદ નજીક ડ્રોન જાેવા મળતા જવાનોએ ગોળીબાર કર્યો

Files Photo

શ્રીનગર: જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ફરી એકવાર મંગળવારે રાત્રે ૧૦ વાગ્યે ડ્રોન જાેવા મળ્યું હતું. ડ્રોનને જાેતાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ એ પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યા. જાે કે, સેનાના ફાયરિંગ બાદ તે પાકિસ્તાન બોર્ડર પર પાછું ફરી ગયું હતું. આ મામલે બીએસએફએ એક નિવેદન બહાર પાડ્યું હતું કે ૧૩ અને ૧૪ જુલાઇની રાત્રે અરણીયા સેક્ટરમાં બીએસએફ જવાનોએ સવારે ૯.૫૨ વાગ્યે ૨૦૦ મીટરના અંતરે એક ઝબૂકતી રેડ લાઈટ જાેતી હતી.

એલર્ટ બીએસએફ જવાનોએ રેડ લાઈટ તરફ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તે પરત ફર્યું હતું. આ વિસ્તારની તલાશી લેવામાં આવી રહી છે, હજી સુધી કંઈ મળ્યું નથી. જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન એટેક થયા પછી છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુમાં ઘણા ડ્રોન જાેવા મળ્યા છે. ગયા મહિને જૂનમાં જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે વિસ્ફોટો બાદ ડ્રોન જમ્મુ ઉપર ફરતો જાેવા મળ્યો હતો. પાકિસ્તાનની સરહદથી લગભગ ૧૪ કિમી દૂર સ્થિત ઉચ્ચ સુરક્ષાવાળા જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા વિસ્ફોટોમાં વાયુસેનાના બે જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

જમ્મુ એરફોર્સ સ્ટેશન પરના હુમલાના એક દિવસ પછી ૨૭ અને ૨૮ જૂનના રોજ રાત્રે કાલુચક લશ્કરી સ્ટેશન પર બે ડ્રોન ફરતા મળી આવ્યા હતા. જ્યારે ડ્રોન નજરે ચડ્યું ત્યારે જમ્મુ ક્ષેત્રના સૈન્ય સ્ટેશનોને ખાસ કરીને હાઈએલર્ટ જાહેર કરાયું હતું. બાદમાં ૨૯ જૂનના રોજ ત્રણ અલગ-અલગ જગ્યાઓ જમ્મુ, કુંજવાની, સુંજવાન અને કાલુચક વિસ્તારોમાં જાેવા મળ્યું હતું.

બીજા જ દિવસે અને આ વખતે જમ્મુના મીરાં સાહિબ, કાલૂચક અને કુંજવાણી વિસ્તારોમાં ડ્રોન ફરી નજરે પડ્યા. ૨ જુલાઈના રોજ, ડ્રોન અરણીયા સેક્ટરની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પણ જાેવા મળ્યું હતું. ડ્રોનની ધમકીને ધ્યાનમાં રાખીને જમ્મુની સુરક્ષા એજન્સીઓએ એરફોર્સ સ્ટેશન પર એન્ટી ડ્રોન સિસ્ટમ સ્થાપિત કરી છે.

દરમિયાન, ડ્રોન અને સીમાપાર ટનલની ધમકીઓના પગલે, બીએસએફએ શુક્રવારે આ સરહદ સુરક્ષા પડકારોના સમાધાન શોધવા માટે ૫૦૦ ભારતીય કંપનીઓના સહયોગથી નવી પહેલ કરી હતી.ડ્રોનના ઉપયોગથી બ્લાસ્ટની ખબર સાંભળીને પાકિસ્તાન સામે શંકા સેવાઈ રહી છે. આ ઘટનાને કારણે શ્રીનગર અને પંજાબના પઠાનકોટ સ્થિત એરફોર્સ પર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.