Western Times News

Gujarati News

ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો

નવી દિલ્હી: ઈંગ્લેન્ડમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને તેની અસર ટીમ ઈન્ડિયા ઉપર પણ પડી છે. ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાનો એક સભ્ય કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ જાણકારી સામે આવ્યા બાદ ખેલાડીને ઓઇસોલેટ કરી દેવામાં આવ્યો છે. જાેકે, સંક્રમિત ખેલાડીઓની સંખ્યા વધી શકે છે. નોંધનીય છે કે, ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હાર્યા બાદથી ટીમ ઈન્ડિયાના ખેલાડી ત્રણ સપ્તાહના બ્રેક પર છે. આ દરમિયાન ખેલાડીઓ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના અલગ-અલગ શહેરોમાં ફરવા ગયા હતા. આ દરમિયાન ખેલાડી વાયરસની ઝપટમાં આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ભારતીય ખેલાડી હાલમાં કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. તેને કારણે આ ખેલાડી ટીમના બાકી સભ્યોની સાથે ડરહમ નહીં પહોંચે. જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડી ટેસ્ટ સીરીઝની પ્રેક્ટિસના ઈરાદાથી ગુરૂવારથી લાગશે. હાલ ટીમ ઈન્ડિયાના આ સભ્યના નામનો ખુલાસો નથી થયો. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટની સીરીઝનો પ્રારંભ ૪ ઓગસ્ટથી થવાનો છે.

રિપોર્ટ મુજબ, આ ખેલાડીએ હાલમાં ટીમ મેનેજમેન્ટથી ગળામાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ જ તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં તે સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. હાલ, આ ખેલાડી ઈંગ્લેન્ડમાં પોતાના સંબંધીને ત્યાં ક્વૉરન્ટિન છે. આ ખેલાડીના સંપર્કમાં આવેલા બીજા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યોને પણ ત્રણ દિવસ માટે આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા હતા, તેનો સમય પૂરો થઈ ગયો છે. હાલ, સંક્રમિત ખેલાડી ડરહમમાં ટીમના કેમ્પનો હિસ્સો નહીં બને.

ડરહમમાં ટીમ ઈન્ડિયા કાઉન્ટી ચેમ્પિયનશિપ ઇલેવનની વિરુદ્ધ ૨૦ જુલાઈથી ત્રણ દિવસીય અભ્યાસ મેચ રમશે. જાે ભારતીય ક્રિકેટ ટીમના બીજા સભ્યો પણ કોરોના સંક્રમિત થાય છે તો તેની જાણકારી કેમ્પમાં પહોંચનારા ખેલાડીઓથી થઈ જશે. હાલ ટીમ ઈન્ડિયાના આ સભ્યના નામનો ખુલાસો નથી થયો. પરંતુ રિપોર્ટ્‌સ મુજબ, જે ખેલાડી સંક્રમિત થયો છે, તે થોડા દિવસો પહેલા ઈંગ્લેન્ડના ભીડભાડવાળા વિસ્તારોમાં ફરતો જાેવા મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.