Western Times News

Gujarati News

પેપર મીલ સંચાલકને ખોટી ઓળખ આપી પૈસા માંગતા આઠ ઈસમો સામે ફરિયાદ

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડીયા ત?ાલુકાના ગોવાલી નજીક આવેલ એક પેપર મીલના સંચાલક પાસે પૈસા માંગીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા આઠ ઈસમો સામે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે.

ઝઘડીયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ગોવાલી નજીક મેઇન રોડ પર રાજેશ્વરાનંદ પેપર મીલ નામની કંપની આવેલી છે.આ કંપની છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયથી બંધ છે.કંપની સંચાલક પ્રકાશચંદ્ર રસીકલાલ વોરા સુરત ખાતે રહે છે.દરમ્યાન ગતરોજ પ્રકાશચંદ્ર વોરાએ તેમના માણસ દલારામ વ્યાસને બોલાવીને કંપનીમાં રહેલ સામાન ઠીકઠાક કરવા જણાવ્યુ હતુ.

તે સમયે બપોરના અઢી વાગ્યાના અરસામાં એક ક?ાળા કલરની ડસ્ટર ગાડી તેમજ એક એસન્ટ ગાડીમાં કેટલાક ઇસમો કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને આવ્યા હતા.

બે નકલી પિસ્તોલ ક?ારના સ્ટીયરિંગ આગળ દેખાય તે રીતે મુકેલી હતી.ત્યારબાદ આ ઈસમોએ દલારામ વ્યાસને કાર પાસે બોલાવીને કહ્યુ હતુકે તમો કંપનીમાં ઈનલીગલ કામ કરો છો.અમે ગાંધીનગરથી તેમજ બેન્ક માંથી આવીએ છીએ,તેવી ખોટી ઓળખ આપીને કહ્યુ હતુ કે તમારા શેઠને બોલાવો અને પૈસા આપીને સેટલમેન્ટ કરો, તેમ કહીને બળજબરીથી પૈસા કઢાવવા માટે ગમેતેમ ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ત્યારબાદ આ ઈસમો પૈકી છ ઈસમો કાળા કલરની ડસ્ટર ગાડી લઇને નાસી ગયા હતા.આ અંગે કંપનીના માલિક પ્રકાશચંદ્ર રસીકલાલ વોરા રહે.સુરતનાએ ઝઘડીયા પોલીસમાં (૧) આસુતોષ સરમનસીંગ રાજપુત રહે.રાજપિપલા રોડ અંકલેશ્વર (૨) સનતન ઉદયભાઇ ચૌધરી રહે.ગડખોલ પાટીયા અંકલેશ્વર

(૩) હરેશ નાનુભાઈ વસાવા રહે.નવાદીવા અંકલેશ્વર (૪) અમીતભાઈ ભગત રહે.ચૌટાબજાર અંકલેશ્વર, (૫) રોહિતસીંગ રહે.ગડખોલ પાટીયા અંકલેશ્વર (૬) અશ્વિનસીંગ રહે.ગડખોલ પાટીયા અંકલેશ્વર (૭) શિવશંકર રામઆશરે પાલ રહે.રાજપીપળા રોડ ગડખોલ અંકલેશ્વર (૮) રાજેન્દ્ર શ્રીજયરામ અગ્રહરી રહે.ગડખોલ પાટીયા અંકલેશ્વર વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.ઝઘડીયા પીઆઈ પી.એચ.વસાવાના જણાવ્યા મુજબ આ આઠ ઈસમો પૈકી ત્રણ ઈસમોને પોલીસે ઝડપી લીધા હતા.જ્યારે બાકીનાને ઝડપી લેવા પોલીસે કવાયત હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.