Western Times News

Gujarati News

ટેમ્પોમાં ખીચોખીચ બાંધેલી ૨૧ ભેંસોને આમોદ પોલીસે બચાવી

ઘાસચારા તેમજ પાણીની વ્યવસ્થા વિના આઈશર પકડાઈ

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ પોલીસે ગત રોજ રાત્રીના સમની ગામ પાસેથી આઈશર ટેમ્પોમાં ખીચોખીચ બાંધેલી ૨૧ ભેંસોને બચાવી લઈ ટેમ્પો ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આગામી આવનાર બકરીઇદના તહેવાર અનુસંધાને ભરૂચ જિલ્લામાં ગૌવંશ તથા ગૌમાસની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા તેમજ ગૌવંશની ગેરકાયદેસર કતલ અટકાવવા પશુઓની ગેરકાયદે હેરાફેરીના ગુના અંગે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેના અનુસંધાને આમોદ પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં હતી.ત્યારે વલણ-પાલેજ તરફથી એક આઈશર ટેમ્પોમાં પશુઓ ભરી આમોદ તરફ જાય છે તે બાતમીના આધારે આમોદ પોલીસે સમની ગામે ત્રણ રસ્તા ઉપર વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ તાડપત્રી બાંધેલો આઈશર ટેમ્પો નંબર જીજે ૧૬ એવી ૭૩૪૮ માં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વિના ૨૧ ભેંસોને ટૂંકા દોરડા વડે પીડા થાય તેવી રીતે બાંધી લઈ જતા હતા

આમોદ પોલીસે ૨૧ ભેંસોની ૪,૨૦,૦૦૦ કિંમત તથા આઈશર ટેમ્પો કિંમત રૂપિયા ૫૦૦૦૦૦ મળી કુલ ૯,૨૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે આઈશર ટેમ્પો ચાલક નિઝામ મહમદશા નાથુશા દીવાન ઉ.વ.૩૪ રહે દીવાન મહોલ્લો હલદરવા.તા.કરજણ જી.વડોદરાની ધરપકડ કરી હતી.જ્યારે અન્ય એક આમોદ તાલુકાના આછોદ ગામના નવાબને વોન્ટેડ જાહેર કરી બને સામે પશુ ઘાતકીપણા,પશુઓની ગેરકાયદે હેરાફેરી,પશુ નિયંત્રણ અધિનિયમ તેમજ સેન્ટ્રલ મોટર વ્હિકલ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.