Western Times News

Gujarati News

૧૦૪ દિવસ પછી કોરોનાના દૈનિક મૃત્યુઆંક ૫૦૦થી ઓછો

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસ એક દિવસ ૪૦ હજારને પાર જઈ રહ્યા છે તો બીજા દિવસે આંકડો ૪૦ હજારની અંદર પહોંચી જાય છે. ગઈકાલે કુલ કેસ ૪૧,૧૫૭ નોંધાયા હતા અને ૫૧૮ દર્દીઓના મોત થયા હતા. જેમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે ભારતમાં ૧૦૪ દિવસ પછી ફરી એકવાર કોરોનાથી થતા મોતનો આંકડો ૫૦૦ની નીચે નોંધાયો છે. ભારતમાં આ પહેલા ૫ એપ્રિલના રોજ ૪૪૬ મોત નોંધાયા હતા જે બાદ બીજી લહેરના કારણે મૃત્યુઆંક ૪૦૦૦ને પાર કરી ગયા હતા. આ પછી ઘટાડો થઈને આંકડો ૧૦૦૦ની અંદર નોંધાઈ રહ્યા છે. દેશમાં ૫ એપ્રિલના રોજ ૪૪૬ મોત નોંધાયા હતા. આ પછી આજે નવા મૃત્યુઆંક ૫૦૦ની અંદર નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના નવા ૩૮,૧૬૪ નવા કેસ નોંધાયા છે,

જેની સામે ૪૯૯ દર્દીઓના મોત થયા છે. ૨૪ કલાકમાં વધુ ૩૮,૬૬૦ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩,૦૩,૦૮,૪૫૬ થઈ ગઈ છે. જ્યારે દેશના કોરોનાના કુલ સંક્રમણનો આંકડો ૩,૧૧,૪૪,૨૨૯ પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુઆંક ૪,૧૪,૧૦૮ પર પહોંચ્યો છે. કોરોનાના નવા કેસમાં પાછલા કેટલાક સમયથી સતત નોંધાતા ઉતાર-ચઢાવના લીધે એક્ટિવ કેસના આંકડામાં થતો ઘટાડો સ્થિર થઈ ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૪,૨૧,૬૬૫ પર પહોંચી ગઈ છે. આઈસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ગઈકાલ સુધીમાં કુલ ૪૪,૫૪,૨૨,૨૫૬ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ૧૮ જુલાઈ સુધીમાં વધુ ૧૪,૬૩,૫૯૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા.

આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૪ મેના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે. ૧૮મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૫ કરોડને પાર થઈ ગઈ હતી. ૨૩ મેના નવા કેસ સાથે કુલ કેસ ૩ કરોડને પાર થઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.